• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ માં પી.જી.વી.સી.એલ.નું તંત્ર કથળતા પરેશાની*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*કેટલાક વિસ્તારોમાં છાશવારે વીજળી ગૂલ : ફરીયાદ વિભાગ ને ફોન ઉપાડતા જોર આવે પાવર વધઘટ થી લાઈટ ડીમ-ફૂલ*

 

કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ અને આજુ બાજુ ના ગામ માં છેલ્લા કેટલાક દિવસોથી પી.જી.વી.સી.એલ. નું તંત્ર ગજા વગરની ગધેડી જેવું થય ગયુ હોવાનું લોકો અનુભવી રહ્યા છે. જેના કારણે દૈનિક જીવનનો મહત્વનો ભાગ બની ગયેલા વિજળી પુરવઠાની અનિયમિતતા ના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.

ખાસ કરીને ઘાંટવડ વિસ્તારોમાં સામાન્ય ફોલ્ટ ના જરૂરી કાયમી નિરાકરણના અભાવે છાશવારે વિજળી ગૂલ થઈ જવાની ઘટનાઓ બનતી રહે છે. તેમજ લોડીંગ મુજબપાવર સપ્લાય મેઈન્ટેઈન નહી થતા વિજ લોડ થવો અને અચાનક લાઈટ ડીમ ફૂલ થઇ જવાથી વિજ ઉપકરણોને નુકશાન થવાની અને જરૂરી ઉપકરણો પૂરતા પાવરના અભાવે કામ ના આપે તેવી સમસ્યાઓ થવા પામે છે. અધૂરામાં પૂરૂ સમગ્ર તંત્ર જાણે ધણીધોરી વગરનું હોય તેવી રીતે ફોલ્ટ માટેના ફરિયાદ વિભાગમાં ફરીયાદ નહી સાંભળવી અથવાતો ફોલ્ટ માટેનો ટેલિફોન રિસીવર હોલ્ડ ઉપર રાખી પોતાની ફરજ માટે બળ પડતું હોય તેમ મનસ્વી વર્તન કરી ફરજ ઉપર બેદરકારી ની વ્યાપક ફરિયાદો ઉઠવા પામેલ છે. ત્યારે છાશવારે વિજળી ચોરી વિગેરે મુદ્દે ગ્રાહકો ઉપર ધોંસ બોલાવતા વિજતંત્ર ના જવાબદાર કર્મચારીઓ ની બેદરકારી માટે પણ ધોંસ બોલાવવા માં આવે તેવી માંગણી સાથે રોષની લાગણી ફેલાવા પામેલ છે. આ ઉપરાંત છાશવારે વિજળી ગૂલ થઈ જવાની બાબતે પણ તંત્ર તરફથી જરૂરી મેઈન્ટેન્સ કામગીરી પૂર્ણ કરવા અને ગ્રામ્ય કેટલાક વિસ્તારોમા એક દિવસ માં 10 થી 15 વખત વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે ઘાંટવડ ગામ એક ઉદ્યોગ ને લગતુ ગામ હોવાથી જેના આશરે 300 વધુ લોકો હીરા ના ધંધા સાથે સંકળાયેલા હોય છે આજુ બાજુ ગામ થી રત્ન કલાકાર ભાઈઓ રોજી-રોટી કમાવવા આવતા હોય છે પણ દિવસ ના 5 કલાક જ કામ કરે છે બાકી ની 4 કલાક તો લાઈટ બંધ ના કારણે નિરાશ થઈ ને પાછા ઘરે જતા રહે છે અને ઓફિસ ના ફોન કરે તો જવાબ દેવા માં આવે કે 5 મિનિટ માં આવે પણ લાઈટ હાકીકત માં તો બે કલાકે જ આવે છે અને આવી રીતે જ જો લાઈટ નું કામ રહ્યું તો હીરા ના કારખાને નો ટૂંક સમય માં ધંધો બદલાવો પડે તો નવાઈ નહિ એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે

Related posts

*મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ ની ઉપસ્થિતિમાં નવનિયુક્ત રાષ્ટ્પતિ ની નિમણુક ને વધાવમા આવી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી બી ડિવિઝન પોલીસ ક્રાઈમ કરનાર સામે એલર્ટ*

editor

*મોરબી જિલ્લા પોલીસવડા, મામલતદાર સહિતના અધિકારીઓએ કોરોના રસી મુકાવી*

Hello Morbi

Leave a Comment