• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ધ્રાંગધ્રાથી મોરબી આવતા દારૂના જથ્થા સાથે એક ઝડપાયો એક પોલીસ પકડ થી દુર*

મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે વોચ ગોઠવી ઉંચીમાંડલ નજીક 72 બોટલ દારૂ સાથે સીએનજી રીક્ષા આંતરી

મોરબી : મોરબી શહેર જિલ્લામાં વિદેશી દારૂ વેચાણના નેટવર્ક ઉપર પોલીસ ધોસ બોલાવી રહી છે. ત્યારે ગતરાત્રીના મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે વોચ ગોઠવી ઉંચીમાંડલ નજીક 72 બોટલ દારૂ સાથે સીએનજી રીક્ષા આંતરી લઈ ધ્રાંગધ્રાથી મોરબી દારૂનો જથ્થો સપ્લાય થાય તે પૂર્વે જ એકને દબોચી લઈ દારૂ મોકલનાર શખ્સને ફરારી જાહેર કર્યો છે.                                            મોરબી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ કણોતરા અને કોન્સ્ટેબલ દશરથસિંહ પરમારને ધ્રાંગધ્રાથી સીએનજી રિક્ષામાં મોરબી વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી મળતા હળવદ હાઇવે ઉપર વોચ ગોઠવી હતી, તે સમયે ઉંચીમાંડલ ગામ નજીક પસાર થતી સીએનજી રીક્ષા નંબર જીજે-27-TA-6533 અટકાવી ચેક કરતા અંગ્રેજી દારૂનો જથ્થો બોટલો નંગ-72 (કી.રૂ. 23,400) તથા મોબાઇલ ફોન નંગ-01, રીક્ષા મળી કુલ (કી.રૂ. 78,400)ના મુદ્દામાલ સાથે આરોપી ખોડાભાઇ સતાભાઇ બતાળા મળી આવ્યો હતો. તેમજ દારૂનો આ જથ્થો મોકલનાર તરીકે ભરતભાઇ રાજેશભાઇ વરૂ હોવાનું ખુલ્યું છે.

 

આ બન્ને આરોપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો મોરબી એલ.સી.બી.એ રજીસ્ટર કરાવેલ છે.

Related posts

*રાજકોટમાં બ્લડ ડોનેટ કેમ્પમાં વાંકાનેર ના ગારીડા થી રાજકોટ બ્લડ ડોનેટ કરવા મુસ્તુફા ઉર્ફે બગા બાપુ પહોંચ્યા અને 138 મી વખત કર્યું રક્તદાન!!!*

Hello Morbi

*ચોબારીમાં શ્રી ઉદાસી આશ્રમ ખોડિયાર મંદિર વાવાઝોડાની ઝપટમાં ગૌ માતા સેડ ઉડિયા!!*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી શહેરમા શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ માથી ચોરી કરનાર આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી મોરબી સીટી પોલીસ*

editor

Leave a Comment