• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા જલારામ મંદિરે લાયન્સ કલબ સહિત વિવિધ સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓનું કરવામાં આવેલ સન્માન* 

દર ગુરૂવારે અસંખ્ય જલારામ ભકતો સાંજની મહા આરતી તેમજ ખીચડી-કઢીના પ્રસાદનો હોંશેહોંશે લાભ લે છે ત્યારે વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ પણ દર્શનનો લાભ લે છે.ગત ગુરૂવારે ડીસા લાયન્સ કલબના પ્રમુખ ઈશ્ર્વરભાઈ ગેલોત, મંત્રી દિપકભાઈ જૈન,પ્રગતિ અભિવાદન ગ્રુપના લલીતભાઈ દોશી,રાજુભાઈ વકીલ (નોટરી),સ્ત્રી સમાજ ડીસાનાં પ્રમુખ ડો.કિશોરીબેન પટેલ,મંત્રી દીપીકાબેન ખત્રી,વિશ્ર્વ હિંદુ પરિષદના પ્રમુખ જયેશભાઈ સોની,મંત્રી આકાશભાઈ ઘેરવ સહિત તમામ સંસ્થાઓની ટીમ જલારામ મંદિરે પધારતાં પ્રમુખ/મંત્રીશ્રીઓનું “જલારામ દર્શન ” ગ્રંથ તેમજ ફૂલછડીથી વાજતેગાજતે દબદબાભેર સન્માન કરાયું હતું.

આ અવસરે જય જલારામ ટ્રસ્ટ, જલારામ સત્સંગ મંડળ,જલારામ સેવા મંડળ તેમજ શુભેચ્છક ગ્રુપ ડીસાના સર્વ ભગવાનભાઈ બંધુ,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, દયારામભાઈ આર.ઠકકર,આનંદભાઈ પી.ઠક્કર, બળદેવભાઈ રાયકા,જયેશભાઈ દેસાઈ, આર.ડી.ઠકકર,તારાચંદભાઈ મજઠીયા,કમલેશભાઈ આચાર્ય, અમરતમામા,કમલેશભાઈ રાચ્છ,દીલીપભાઈ રતાણી સહિત ખૂબ મોટી સંખ્યામાં જલારામ ભકતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સૌએ જલારામ બાપાનાં દર્શન કરી મહાઆરતી તેમજ ખીચડી-કઢીના મહાપ્રસાદનો લાભ લીધો હતો.જલારામ મંદિર ડીસાની ભોજન અને આરોગ્યની સદપ્રવૃતિઓની પણ સૌએ ભરપેટ સરાહના કરી હતી.

Related posts

મોરબી જલારામ મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ (અમૂલ) ઘી માંથી બનેલ ડ્રાઈફ્રુટ થી ભરપુર અડદીયા વિતરણ તા.૨૧-૧૧-૨૦૨૦ થી શરૂ

Hello Morbi

*સમસ્ત લોહાણા સમાજ-મોરબી માટે અગત્ય ની મીટીંગ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:લોક જન શક્તિ પાર્ટી દ્વારા કરાયેલ રજૂઆત સફળ થઇ*

editor

Leave a Comment