• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-News

મોરબી જલારામ મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ (અમૂલ) ઘી માંથી બનેલ ડ્રાઈફ્રુટ થી ભરપુર અડદીયા વિતરણ તા.૨૧-૧૧-૨૦૨૦ થી શરૂ

મોરબી  તા.19

પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ સમગ્ર શિયાળા દરમિયાન દરરોજ તાજા અડદીયા નુ રાહતદરે વિતરણ થશે

શિયાળા નો પગરવ શરૂ થઈ ગયો છે, ફુલ ગુલાબી ઠંડી નો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુધ્ધ અમૂલ ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા નુ સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ શનીવાર તા.૨૧-૧૧-૨૦૨૦ થી શરૂ કરવા મા આવશે. અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યકતા નથી. અડદીયા વિતરણ સમગ્ર શિયાળા ની મોસમ દરમિયાન કરવા મા આવશે.દરરોજ તાજા અડદીયા નુ પ્રતિકીલો રૂ.૩૦૦ ના ભાવે વિતરણ કરવા મા આવશે. શુધ્ધ ઘી માંથી બનેલ સુકામેવા થી ભરપુર અડદીયા મેળવવા શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબી નો સંપર્ક કરવો.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*HELLO MORBI: હુ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં હું છું જ, અને હંમેશા રહીશ : પત્રકાર પરિષદ યોજી વિગતો જારી કરતા અજય લોરિયા*

Hello Morbi

*લજાઈ ગામ પાસે જાહેરમાં જુગાર રમતા બે શખ્સોની રૂપિયા 1, ૦૨,૫૦૦ ના મુદ્દા માલ સાથે અટકાયત કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

Hello Morbi

*મોરબી: ક્રિકેટ હેડ કોચ નિશાંત જાનીએ એજ્યુકેશન મેટનું પ્રથમ ચરણ પૂર્ણ કર્યું*  

Hello Morbi

Leave a Comment