• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી ૩૭મા જન્મદીન ની ઉજવણી કરતા મોરબી સતવારા સમાજ અગ્રણી મયુરભાઈ દયારામભાઈ કંઝારીયા*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા સતવારા સમાજ ના અગ્રણી મયુરભાઈ દયારામભાઈ કંઝારીયા દ્વારા તેમના ૩૭માં જન્મદીન ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરવા માં આવી હતી. તેઓ એ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.

પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના મયુરભાઈ કંઝારીયા એ સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, અનિલભાઈ રાચ્છ, હસુભાઈ પંડિત, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી

Related posts

*ઘરેથી ચાલ્યા ગયા છે કોઈને જાણ થાયતો નીચે લખેલ મોબાઈલ નંબર પર જાણ કરવા વિનંતી*

Hello Morbi

*વાંકાનેરના ગારીડા માં રહેતા મુસ્તફા બાપુ(બગાબાપુ) એજામનગર ખાતે 137 વખત બ્લડ ડોનેટ કર્યું!!!*

Hello Morbi

*ગુનાહિત પ્રવૃત્તિ પર થશે કડક કાર્યવાહી – એસ.પી. ગીર સોમનાથ*

Hello Morbi

Leave a Comment