• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા કન્યાશાળા ખાતે રાખડી સ્પર્ધા નું આયોજન કરાયું*

રિપોર્ટર ::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ.હડિયાણા……………

હડિયાણા કન્યા શાળા તા.જોડિયા,જી.જામનગર તા. 08/08/2022

રાખડી સ્પર્ધાનો અહેવાલ

રાખડીને ભાઈ અને બહેનના પવિત્ર સબંધના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે. અને રક્ષાબંધનના તહેવારને ભાઈ બહેનના નિર્દોષ પ્રેમના પ્રતિક સમાન ગણવામાં આવે છે.રક્ષાબંધનના તહેવારની બહેનો હમેશા આતુરતા પૂર્વક રાહ જોતી હોય છે. શ્રી હડીયાણા કન્યા શાળાની બહેનો પણ રક્ષાબંધનના તહેવારને લઇને ખુબજ ઉત્સાહિત હતી. તેઓ પણ પોતાના ભાઈઓને રક્ષાના પ્રતિક સમાન રાખડી બાંધવા ઉત્સુક છે.એમાં પણ જો બહેન આ રાખડી પોતાના જ હાથે બનાવે તો તેનો અનેક ગણું મહત્વ વધી જાય છે.

તારીખ 08/08/૨૦૨2ને સોમવારે ના રોજ શાળાની શિક્ષિકા બહેનોની અગવાની હેઠળ શ્રી હડીયાણા કન્યા શાળામાં રક્ષાબંધનના તહેવાર નિમિતે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સૈપ્રથમ આ રાખડી સ્પર્ધાના તમામ નિયમો તથા જરૂરી માર્ગદર્શન શાળાના શિક્ષિકા બહેન દેવાંગીબેન બારૈયા દ્વારા આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધા નિમ્ન પ્રાથમિક વિભાગ (ધોરણ ૧ થી ૫) અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધોરણ ૬ થી ૮) એમ બે વિભાગોમાં વહેંચવામાં આવી હતી. જેમાં શાળાની વિધાર્થીની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો….

આ રાખડી સ્પર્ધાના નિમ્ન પ્રાથમિક વિભાગના નિર્ણાયક તરીકે શાળાના મ.શિ. ભારતીબેન ભીમાણી તથા હિનાબેન પરમારે તથા ઉચ્ચ પ્રાથમિક વિભાગના નિર્ણાયક તરીકે શાળાના મ.શિ. દેવાંગીબેન બારૈયા અને સી. ઓ. ધમસાણીયાએ કામગીરી બજાવી હતી. તેઓએ રાખડી સ્પર્ધાના જરૂરી માપદંડોના આધારે વિધાર્થીનીઓએ બનાવેલ રાખડીઓનું અવલોકન કરી પોતપોતાના વિભાગોમાંથી પ્રથમ ત્રણ ઉત્તમ રાખડીઓને પસંદ કરી તેઓને નંબર આપ્યા હતા.આ નંબરો મેળવનાર બહેનોને શાળામાં આચાર્યશ્રી મકવાણા અરવિંદભાઈ એન. તથા શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. બંને વિભાગમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિધાર્થીની બહેનોની યાદી નીચે પ્રમાણે છે.

ધોરણ ૧ થી ૫ ના વિભાગમાંથી મેળવેલ નંબરની યાદી

ક્રમ વિધાર્થીનીનું નામ ધોરણ મેળવેલ નંબર

૧ પરમાર જીયા નિતિનભાઈ 4 પ્રથમ

૨ પરમાર માર્ગી જયસુખભાઇ 4 દ્રિતીય

૩ પરમાર જાહલ શાંતિલાલ 2 તૃતીય

 

ધોરણ ૬ થી ૮ ના વિભાગમાંથી મેળવેલ નંબરની યાદી

ક્રમ વિધાર્થીનીનું નામ ધોરણ મેળવેલ નંબર

૧ પાડલિયા મિતાલી મનોજભાઇ 7 પ્રથમ

૨ કગથરા હેત્વી નરોતમભાઈ 8 દ્રિતીય

3 પરમાર ક્રિષ્ના ગિરધરભાઈ 7 દ્રિતીય

4 વાઢેર વેનિશા અશોકસિંહ 6 તૃતીય

5 બાંભવા હેત્વી જેતાભાઈ 7 તૃતીય

Related posts

*HELLO MORBI:વર્ષ 2022 દરમિયાન ૬૬૯ જેટલા પીડીત મહિલાઓને મોરબી 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા ઘટનાસ્થળ પર મદદ પહોચાડવામાં આવી હતી*

Hello Morbi

*જોડિયા તાલુકાના શિક્ષકોનું સરાહનીય કાર્ય*

Hello Morbi

*રોટરી કલબ ડીવાઈન ડીસા દ્રારા સર્વ મંગલમ વિધાલયમાં જરૂરિયાતમંદ બાળકોને કરવામાં આવેલ સ્વેટર વિતરણ*

Hello Morbi

Leave a Comment