• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટેટોડા ગૌશાળાની વિકટ પરિસ્થિતિ અનુસંધાને ડીસા જલારામ મંદિર ખાતે યોજાઈ આપાતકાલીન મહત્વની બેઠક*

શ્રી રાજારામ ગૌશાળા ટેટોડા ખાતે તારીખ ૧૯-૦૮-૨૦૨૨ જન્માષ્ટમી શુક્રવારના રોજ

ગૌમાતાના લંપી વાયરસથી રક્ષણ માટેના આઇશોલાસન વોર્ડનું ઉદ્દઘાટન બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી આનંદ પટેલ (IAS) સાહેબના હસ્તે થવાનું છે.આઇશોલાસન વોર્ડના તથા ભોજનપ્રસાદના દાતા શ્રી પી. એન. માળી પરિવાર છે. આ પ્રસંગે સેવાયજ્ઞમાં હાજર રહેવા તથા ભોજનપ્રસાદ ગ્રહણ કરવા સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગના આયોજન સંદર્ભે તેમજ ટેટોડા ગૌશાળાની અતિ વિકટ નાણાંકીય પરિસ્થિતિને લઈ ડીસા શ્રી જલારામ બાપાના મંદિરે પ.પૂ રામરતનજી મહારાજના સાનિધ્યમાં ગૌભક્તોની એક આપાતકાલીન બેઠક રાખવામાં આવી હતી.

 

 

આ બેઠકમાં રૂપિયા ૨૦૦૦/- ના એક ટકા લેખે કુલ ૧૦૦૦ ટકા એટલે કે વર્ષે રૂપિયા ૨,૫૦,૦૦,૦૦૦/- અઢી કરોડ જેટલો ફાળો નિયમિત મોકલવાનો સરાહનીય નિર્ણય ગૌભક્તો દ્વારા કરવામાં આવ્યો હતો.આ બેઠકમાં ગૌમાતા માટે તાત્કાલિક ધોરણે રૂપિયા ૨૦,૦૦,૦૦૦/- ના ફાળા દ્વારા ૧૦૦ ટન ખાણદાણ શ્રી રાજારામ ગૌશાળામાં શ્રી જલારામ મંદિર ડીસાના માધ્યમથી મોકલવાનો

સૌ ગૌભક્તોએ મહત્વનો નિર્ણય કર્યો હતો.

 

આ બેઠકમાં પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી પી. એન. માળી, ભગવાનભાઈ બંધુ, શશીકાંતભાઈ ઠક્કર, ભરતભાઈ ભાવિક, સુરેશભાઈ ટી. ઠક્કર, મહેશભાઈ ઉડેચા, નરેશભાઈ આચાર્ય,આનંદભાઈ પી.ઠક્કર, તારાચંદભાઈ મજેઠીયા,,કમલેશભાઈ રાચ્છ, વિષ્ણુભાઈ ઠક્કર, ગણપતભાઇ લાધાજી માળી, હિતેશભાઈ પાલનપુર, ગણપતભાઇ ભાટી, નિલેશભાઈ પ્રજાપતિ, માધુભાઈ પ્રજાપતિ, મહેશભાઈ માળી, ઈશ્વરભાઈ, મુકેશભાઈ, ટેટોડા ગૌશાળા કાર્યકર્તાઓ તેમજ અન્ય ગૌભકતો ખાસ હાજર રહ્યા હતા.સૌએ જલારામ મંદિરે દર્શનનો લાભ લઈ રાજીપો વ્યક્ત કર્યો હતો.

 

 

તારીખ – ૧૯-૦૮-૨૦૨૨ જન્માષ્ટમી શુક્રવારે આઈશોલેશન વોર્ડના ઉદ્દઘાટન સુધી વધુમાં વધુ લોકોને ગૌસેવામાં જોડાવા તેવો નિર્ણય પણ આ બેઠકમાં લેવામાં આવ્યો.

 

શ્રી પી. એન. માળી (ડીસા)

પ્રદેશ મંત્રી બક્ષીપંચ મોરચો ભાજપા ગુજરાત

Related posts

*કોડીનાર ખાતે બી આર સી ભવન માં વિદાય તેમજ નિયુક્ત સ્તકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો*

Hello Morbi

*HELLO MORBI:જામનગર લોકસભા ના ઉમેદવાર પૂનમબેન માડમ ના સમર્થનમાં પ્રચારઅર્થે જોડીયા પંથકમાં બેઠકો યોજતા ચંદ્રિકાબેન અઘેરા*

editor

*HELLO MORBI;મોરબી ના લાલપર ગામની સીમમાં પ્રિયા ગોલ્ડ કારખાનાની મજુરોની ઓરડીમાંથી એક ઇસમને વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment