• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સર્વ મંગલમ વિદ્યાલય ડીસા ખાતે શારદાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને ઉજવાયો ધ્વજવંદન કાર્યક્રમ*

ખૂબ જ જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ માધ્યમથી અતિશય મદદરૂપ બનતી રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સર્વ મંગલમ વિદ્યાલય ડીસા ખાતે જલારામ મંદિરનાં સેવિકા તેમજ રઘુવંશી મહિલા મંડળનાં પ્રમુખ શારદાબેન આચાર્ય ના અધ્યક્ષ સ્થાને ધ્વજ વંદન કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય આયોજન થયું હતું.પ્રભાતફેરી પછી તેમના હસ્તે ધ્વજ વંદન કરી સૌ મહેમનોએ દીપ પ્રાગટય વિધિ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો.સૌનું શાબ્દિક સ્વાગત વિપુલભાઈ દેસાઈએ કર્યું હતું.

સમારોહમાં પધારેલ મુખ્ય મહેમાનો ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખાના પ્રમુખ ભરતભાઇ પરમાર તેમજ સમાજ સેવક ભગવાનભાઈ બંધુએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.ભારત વિકાસ પરિષદના ભરતભાઇ પરમાર, વૈકુંઠભાઈ કારિયા તેમજ મહેશભાઈ ઉદેચાએ સંસ્થાને યોગદાન જાહેર કરી પીઠબળ પૂરૂં પાડ્યું હતું.સંસ્થાના સ્થાપક ઈશ્ર્વરભાઈ રાવળે આભારવિધિ કરી હતી.

આ શુભ અવસરે ભારત વિકાસ પરિષદના સર્વ કમલેશભાઈ રાચ્છ,રમેશભાઈ શાહ,સનતભાઈ જોષી,રામસા જાંગીડ ,નરેશભાઈ ઉડેચા,વિપુલભાઈ ગેલોત તેમજ આર.ડી.ઠકકર, અમરતમામા,દિનેશભાઈ રાવળ,દિનેશભાઈ કવિરાજ સહિત ખૂબ મોટી સંખ્યામાં મહેમાનો તેમજ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આઝાદીકા અમૃત મહોત્સવ અનુસંધાને બાળકોને મીઠાઈ,ચોકલેટ, બિસ્કિટ નું વિતરણ કરાયું હતું. કાર્યક્રમની સફળતા માટે શાળાના સ્ટાફ ઉપરાંત વિનોદભાઈ માળી,શ્રવણભાઈ રાવળ,મુકેશભાઈ રાવળ,અયુબભાઈ તેમજ કૈલાસભાઈ રાવળ દ્રારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI:મોરબી સામાકાંઠે કેસરબાગમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના બનાવટી ભારતીય ચલણી નોટોના બે ગુન્હામાં છેલ્લા દસ માસથી નાસતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. ટીમ*

editor

*મોરબી ખાતે ચૂટણી ખર્ચ નિરીક્ષકશ્રીના અધ્યક્ષસ્થાનેચૂંટણી નિરીક્ષણ બાબતે સમીક્ષા બેઠક યોજાઇ*

Hello Morbi

*પૂજ્ય દરિયાલાલ જયંતિ નિમિતે ડીસા ખાતે રઘુવંશી દેશી લોહાણા મહાજન દ્રારા યોજાયો નાત જમણવાર*

Hello Morbi

Leave a Comment