• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજય સરકારનો મહત્વનો નિર્ણય*

*તલાટી-કમ-મંત્રીઓના ભથ્થામાં નોધપાત્ર વધારો: માસિક ખાસ ભથ્થું રૂ.૯૦૦/- ના બદલે રૂ.૩૦૦૦નું ખાસ ભથ્થું અપાશે:પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી બ્રિજેશ મેરજા*

*********

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓને અપાતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.હવે થી તેમને અપાતા માસિક ખાસ ભથ્થા રૂ.૯૦૦/- ના બદલે રૂ.૩૦૦૦નું ખાસ ભથ્થું અપાશે.

 

મંત્રીશ્રી એ ઉમેર્યું કે, કર્મચારીઓના હિતને વરેલી રાજય સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગ્રામ કક્ષાએ વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકે કામગીરી સંભાળતા તલાટી-કમ-મંત્રીઓના કામમાં વર્ષ ૨૦૧૨ પછી ગ્રામ કક્ષાએ રાજય સરકારની વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકેની કામગીરીમાં વધારો થયો હોઈ આ મહત્વનો નિર્ણય કરાયો છે.

 

તેમણે ઉમેર્યું કે,ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત પરત્વે હકારાત્મક અભિગમ દાખવીને તલાટી-કમ-મંત્રીઓને હાલમાં આપતા માસિક ખાસ ભથ્થું રૂ.૯૦૦/- ના બદલે રૂ.૩૦૦૦ નું ખાસ ભથ્થું અપાશે.આ ખાસ ભથ્થાની ગણતરી પેન્શનના હેતુ માટે કરવામાં આવશે નહિ.આ નિર્ણયનો અમલ તા.૧૩-૯- ૨૦૨૨ થી કરવામાં આવશે. રાજ્ય સ૨કા૨ના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફરજ બજાવતા તમામ તલાટી-કમ-મંત્રીઓને આ નિર્ણય લાગુ પડશે તેમ તેમણે ઉમેર્યું હતું

દિલીપ ગજજર

*********

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના જીલ્લા ક્ષય કેન્દ્ર હેઠળના ટી.યું. માળીયા ના પ્રા.આ કેન્દ્ર સરવડ ના ૮ ટીબી દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે ૬ માસ સુધી દ્ દતક લેવાયા*

editor

*મોરબી વન વિભાગ તેમજ ચેર રેન્જ મોરબી દ્વારા આંતરરાષ્ટ્રીય મેગરુ દિવસ 2022 ની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*HELLO MORBI: જોડીયા તાલુકા ની નેસડા પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ ની ઉજવણી કરાઈ*

Hello Morbi

Leave a Comment