• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકા ના લખધીરગઢ શાળાના બાળકોને વૈદિક યજ્ઞ દ્વારા આવકારી શિક્ષણકાર્ય શરૂ કરાયું અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

ટંકારા:  ટંકારા તાલુકાના લખધીરગઢ શાળામાં બાળકોને વૈદિક યજ્ઞ દ્વારા આવકારી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે. વિધાર્થીઓને નવા અંદાજ, નવા ઉમંગ સાથે આવકારવામાં આવેલ.. શાળા કોરોના મહામારી બાદ  બાળકોનાં કલશોરથી ગુંજી ઉઠેલ.

હાશ, કોરોના ગયો માની માતા-પિતા શિક્ષકો અને બાળકો નવા ઉત્સાહથી શિક્ષણ કાર્યમાં લાગી ગયાં પરંતુ આનંદ લાંબો સમય ટકી શક્યો નહીં. કોરોનાની ત્રીજી લહેર બાળકોમાં દેખા દેતા જ ફરી શાળાઓ બંધ કરી દેવી પડી. ને online શિક્ષણ શરૂં થયું, શિક્ષણ તો મળતું હતું પણ પ્રત્યક્ષ શિક્ષણ જેવી મજા ન આવે એટલે એક શિક્ષકો, બાળકો અને વાલીઓ ચિંતિત હતાં.

આ લહેર ધીમી પડતા ફરીથી શાળામાં ઓફલાઇન શિક્ષણની છૂટ મળી.  સમાચાર મળતાં જ  બધા શિક્ષકો આનંદમાં આવી ગયાં. આ આનંદ હવે ક્યારેય ગ્રહણમાં ન પરિણમે એટલે કે શાળા બંધ ન થાય અને ઈશ્વર  બધા જ બાળકોને આ કોરોના કાળમાં સુરક્ષિત રાખે તેવી શુભ ભાવના સાથે ફરીથી શાળા શરૂ થવાના પ્રથમ દિવસે લખધીરગઢ પ્રાથમિક શાળા પરિવારે કોરોના ગાઇડ લાઇનને અનુસરીને વૈદિક યજ્ઞ કરી ઈશ્વર પાસે બાળકોના નિરામય આરોગ્યના આશીર્વાદ લીધા.

યજ્ઞ એટલે શું? યજ્ઞનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું. આ વૈદિક યજ્ઞમાં દરેક બાળકોએ મંત્રો સાથે આહુતિ આપી.બાળકોને વૈદિક યજ્ઞમાં જોડી શાળામાં આવકારવામાં આવેલ.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:શ્રીખોખરા હનુમાન હરિહર ધામ પાવન પરિસર ખાતે પંચ દિવસ ધરમોત્સવ નું ભવ્યથી દિવ્ય આયોજન*

editor

*HELLO MORBI:શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ગૌસેવા હેતુ રાખવામાં આવેલ શ્રધ્ધાંજલી ભજન સત્સંગ કાર્યક્રમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં હળવદ અને મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ કરાયો*

editor

Leave a Comment