• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓ દ્વારા પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા નુ શાલ ઓઢાળી અભિવાદન કરવા માં આવ્યુ તેમજ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ને શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ મેળવવા માં આવ્યા.*

મોરબી પટેલ સમાજ વાડી-શક્ત શનાળા મુકામે કોરોના માં મૃત્યુ પામનાર દીવંગત આત્માઓના મોક્ષાર્થે મોરબી-માળિયા મત વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરુ આયોજન કરવા માં આવ્યુ છે જેમાં વ્યાસપીઠ પર પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા બિરાજમાન છે, જેમના શ્રીમુખે શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ હજારો ભક્તજનો રસપાન કરી રહ્યા છે ત્યારે મોરબી શહેર તેમજ આસપાસ ના વિસ્તારો માં વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, હસુભાઈ પુજારા, ચિરાગભાઈ રાચ્છ, રમણીકભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી તથા જયેશભાઈ રૂપારેલ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના સફળ આયોજન બદલ પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા નુ શાલ ઓઢાળી અભિવાદન કરવા માં આવ્યુ હતુ તેમજ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ને શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમિયાન મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એક લાખ થી વધુ ફુડપેકેટ વિતરણ, ઓક્સિજન બોટલ સેવા, નેબ્યુલાઈઝર સેવા, ઓક્સિમિટર સેવા, એમ્બ્યુલન્સ સેવા, શબવાહિની સેવા, અંતિમયાત્રા બસ, આયુર્વેદીક દવાઓનુ વિતરણ, હોમ આઈસોલેટ દર્દીઓ માટે ડોક્ટર ની સેવા સહીત ની વિવિધ સેવાઓ પ્રદાન કરવા માં આવી હતી. આ તકે શ્રી કાંતિલાલ અમૃતિયા તથા પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા મોરબી જલારામ મંદિર ની સેવાને બિરદાવવા માં આવી હતી.

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*HELLO MORBI NEWS:જામનગર જિલ્લાના છેવાડાના ગામ સુધી કૃષિ જાગરણ યાત્રા પહોંચશે*

editor

*કોવિડ ટાસ્ક ફોર્સ નિષ્ણાંતોનો મત : કોણે શું કહ્યું…?*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી સિરામિક ઉદ્યોગમાં પરપ્રાંતીય શ્રમીકને ગોંધી રાખવાની ફરીયાદએ સિરામિક એસો.ને બદનામ કરવાનો પ્રયાસ*

editor

Leave a Comment