• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોરોના દિવંગતોના મોક્ષાર્થે, શ્રી કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા આયોજીત, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે, શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે અને સમગ્ર મોરબી ધર્મમય બની ગયું છે*

પ્રસન્નતાની વાત એ છે કે તારીખ 12.09 થી 18.09 સુધી ચાલનારી આ કથા દરમિયાન તા. 17.09.2022 ના રોજ, સમગ્ર વિશ્વમાં ભારત દેશનું મસ્તક ઉન્નત કરનાર, કરોડો ભારતીયોના હૃદયસમ્રાટ, પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો 72 મો જન્મદિવસ છે. સમગ્ર ભારતવાસીઓ શ્રી મોદીજીના દીર્ઘાયુષ્યની કામના કરી રહ્યા છે.

 

પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં, અનોખી એવી *સાંદીપની વૈદિક રિચ્યુઅલ ટીમ* દ્વારા, સમગ્ર વિશ્વમાં વૈદિક અનુષ્ઠાન અને વિદ્વતાપૂર્ણ યજ્ઞકાર્યો થકી, ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી, આર્યાવર્તની અસ્મિતાની ધજા પતાકા લહેરાવાઈ રહી છે. આ સમયે શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની પાવન નિશ્રામાં માન. પ્રધાનમંત્રીશ્રીના 72 મા જન્મદિવસે, 17.09.2022 શનિવારના રોજ, બપોરે 3:30 કલાકે ઉમા ટાઉનશીપ મુકામે, શ્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને, શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દિર્ઘાયુષ્ય માટે, *સનાતની વૈદિક પદ્ધતિથી, આયુષ્ય યજ્ઞ* સંપન્ન કરવામાં આવશે. શ્રી મોદીજીના લાંબી આવરદા માટે, સમગ્ર ભારત દેશમાં વિવિધ યજ્ઞો, વિવિધ કાર્યક્રમો યોજાનાર છે એવા સમયે, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા મોરબીમાં છે ત્યારે, અદભુત એવો આ *આયુષ્ય યજ્ઞ* સંપન્ન થશે એ આપણા સર્વે માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના ૧૦૨ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં આવી*

editor

*તળાજા ના જાણીતા યુવા પત્રકાર અલ્તાફ ભાઈ ચુડેસરા નો આજે જન્મદિવસ*

Hello Morbi

એક્ટર-પ્રોડ્યૂસર નિખિલ દ્વિવેદી કોરોના પોઝિટિવ, થયો હોમ ક્વોરેન્ટાઇન

Hello Morbi

Leave a Comment