• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લામાં આવતી નર્મદા કેનાલની ત્રણેય બ્રાન્ચ માં ખરીદ સિઝન માટે પાકને પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત*

પ્રતિ તા. 11-10-૨૦૨૨

મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ

ગુજરાત રાજ્ય

નવા સચિવાલય

ગાંધીનગર

 

વિષય :- મોરબી જીલ્લા માં આવતી નર્મદા કેનાલ ની ત્રણે બ્રાંચ માં ખરીફ સીઝન માટે પાક ને પાણી આપવા બાબત.

 

મહેરબાન સાહેબ શ્રી,

 

જય ભારત સાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે ચાલી સાલે મોરબી જીલ્લા માં અમુક વિસ્તાર માં અતિવૃષ્ટિ થી પાક નિષ્ફળ ગયેલો છે. તે જગ્યા એ નવો પાક વાવવાનો છે. તો અમુક જગ્યા એ જે પાક બચી જવા પામેલ છે. તેને પણ હાલ માં પાણી ની જરૂરિયાત છે.

 

ચાલુ સાલે નર્મદા ડેમ માં પુષ્કળ પાણી નો જથ્થો છે. ડેમ ઓવરફલો થયેલ છે. અને ઘણું બધું પાણી દરિયામાં જવા પામેલ છે.

 

હાલ માં જે પાકો ઉભા છે. તેને સિંચાઈ નું પાણી આપવું પડે તેવી સ્થિતિ છે. પરંતુ નર્મદા ની કેનાલોમાં ફક્ત ધ્રાંગધ્રા તથા અમુક હળવદ ના ગામો ના ખેડૂતો ને બાદ કરતા મોરબી જીલ્લા ના માળિયા તથા મોરબી તાલુકા ના ગામો ના ખેડૂતો ને પાણી મળતું નથી.

 

આમાં સિંચાઈ ખાતા દ્વારા કેનાલો માં જે પાણી છોડવામાં આવે છે. તે ખુબજ ઓછા જથ્થા માં છોડવામાં આવે છે. જો આ બધી કેનાલો માં ફૂલ કેપેસીટી એ ચલાવવામાં આવે તોજ પાણી મોરબી તથા માળિયા તાલુકા ના ખેડૂતો ના ખેતર સુધી પહોચે તેમ છે. તે ઉપરાંત વચ્ચે જે લોકો દ્વારા બકનળી ઓ મૂકી ને પાણી નો બગાડ કરવામાં આવે છે. તેને પણ રોકવાની જરૂર છે. જો આવું કરવામાં આવશે તોજ અમારા માળિયા તથા મોરબી તાલુકા ના ખેડૂતો ને પાણી મળશે. જો આ પાણી હવે ૧૦ દિવસ માં નહિ મળે તો આ ખેડૂતો નો ઉભો પાક પણ નિષ્ફળ જાય તેમ છે.

 

તો અમારી માંગણી છે કે આપ સાહેબ યોગ્ય આદેશો કરી ને કેનાલો માં વધારે પાણી છોડવામાં આવે તથા પાણી નો બગાડ અટકાવવા યોગ્ય પગલા લઇ ને જરૂરિયાત મંદો ને પુરતું પાણી મળે તેવું કરવા અમારી માંગણી છે.

 

જો આવું કરવામાં નહિ આવે તો આ વિસ્તાર ના ખેડૂતો ને સાથે રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અમો ને ફરજ પડશે. તો આ બાબતે યોગ્ય કરવા વિનંતી.

 

આપના સ્નેહાધીન

 

(કાન્તિલાલ ડી. બાવરવા)

જનરલ સેક્રેટરી

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન

 

નકલ સાદર રવાના :-

(૧) પ્રતિ શ્રી સુખરામભાઈ રાઠવા સાહેબ , નેતા શ્રી પ્રતિ પક્ષ ગુજરાત વિધાનસભા નવા સચિવાલય ગાંધી નગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.

(૨) પ્રતિ મંત્રી શ્રી બ્રિજેશ ભાઈ મેરજા સાહેબ . શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર નવા સચિવાલય ગાંધીનગર તરફ જાણ તેમજ ખરેખર કામ થાય તે માટે યોગ્ય આદેશો કરવા વિનંતી સહ.

(૩) પ્રતિ માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન , એલિશબ્રીજ અમદાવાદ , તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.

(૪) પ્રતિ કલેક્ટર શ્રી મોરબી, જિલ્લા તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.

Related posts

*મોરબી શહેર યુવા ભાજપની ટીમ દ્વારા મહારાણા પ્રતાપ ની જન્મ જયંતી નિમિત્તે મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ*

Hello Morbi

*મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ*

Hello Morbi

*ટંકારા સરપંચ પદનો વિધિવત ચાર્જ સંભાળતા ગોરધનભાઈ ખોખાણી*અહેવાલ નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

Leave a Comment