• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ના રફાળેશ્વર નજીક ભવ્ય હોટલની બાજુમાં બંધ પડેલા પેટ્રોલ પંપ પાસે બંધ પડેલા આઇસર માંથી મોરબી તાલુકા પોલીસની ટીમે દારૂ નો મોટો જથ્થો જપ્ત કર્યો*

 મોરબી તા ૨૦ મોરબીના રફાળેશ્વર પાસે ભવ્ય હોટલની બાજુમાં બંધ પડેલ પેટ્રોલપંપ પાસે આઇશર ટેમ્પોમાં ભુસાની આડમાં ઇગ્લીશ દારૂ છુપાવેલ હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ ની ટીમે છાપો માર્યો હતો અને મોરબી તાલુકા પોલીસે દારૂ ભરેલા આઇસર સહિત કુલ રૂ.૧૦,૨૯,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર પી.એ.દેકાવાડીયા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતા. ત્યારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ. ભગીરથભાઇ લોખીલ તથા રમેશાભાઇ મુંધવાને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે, ભવ્ય હોટલની બાજુમાં બંધ પડેલ પેટ્રોલપંપ પાસે એક શંકાસ્પદ આઇસર પડેલ છે તેવી હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફના માણસોએ ખરાઇ કરતા આઇશરમાં ઠાઠામાં સફેદ કલરના ભુસાના બાચકાની આડમાં મેકડોવેલ્સ નં.૦૧ કલેકશન વ્હીસ્કી ઓરીઝનલ ફોર સેલ ઇન પંજાબ ઓનલી લખેલ ૭૫૦ મી.લી. ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૧૮૧૨ (૧૫૧ પેટી) કિં.રૂ.૬,૭૯,૫૦૦ તથા મુદ્દામાલ રાખવામાં તથા હેરફેરમાં ઉપયોગમાં લીધેલ આઇસર નં. GJ-03 1-6862ની કિ.રૂ.૩,૫૦,૦૦૦ મળી કુલ કિં.રૂ.૧૦,૨૯,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી હાજર ન મળી આવેલ આઇસર ચાલક અને આ ગુનામાં જે આરોપીઓના નામ ખુલે તે તમામ સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

*સુલતાનપુર પ્રાથમિક શાળા માં ઉજવાયો વુક્ષ નો ઉત્સવ વન મહોત્સવ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલાચડી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -𝟐𝟎𝟐𝟓 ની ઉજવણી કરાઇ*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા કપાસનીપેરા વિલ્ટ (નવો સૂકારો)ના નિયંત્રણ માટે માર્ગદર્શિકા બહાર પડાઈ*

editor

Leave a Comment