• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બા” નું ઘર વૃધ્ધાશ્રમ-રાજકોટ દ્વારા દરિદ્રનારાયણની સેવાકાર્યો થકી દિવાળી પર્વની પ્રેરણાત્મક ઉજવણી કરશે*

“બા” નું ઘર વૃધ્ધાશ્રમ-રાજકોટ દ્વારા દરિદ્રનારાયણની સેવાકાર્યો થકી દિવાળી પર્વની પ્રેરણાત્મક ઉજવણી કરશે

 

દિવાળી એ દેશનો સૌથી મોટો તહેવાર છે. તે દીપાવલી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે, દરેક જગ્યાએ ખુશીનું વાતાવરણ છવાયેલું હોય છે, લોકો તેમના ઘરને રંગબેરંગી લાઈટોથી અને દીવાથી સજાવે છે,દિવાળી તહેવાર જે દર વર્ષે એક સાથે સંપૂર્ણ દેશમાં ઉજવવામાં આવે છે. રાવણને હરાવ્યા પછી, ભગવાન રામ 14 વર્ષના વનવાસ બાદ તેમના રાજ્ય અયોધ્યામાં પાછા ફર્યા હતા. તેથી લોકો આજે પણ આ દિવસ ઉત્સાહથી ઉજવે છે. ભગવાન રામના આ દિવસે અયોધ્યાના લોકોએ રામને ખૂબ ઉત્સાહથી આવકારવા માટે તેમના ઘરો અને માર્ગોને દીવાઓ થી પ્રજ્વલિત કાર્ય હતા.

 

સતત ૨૦માં વર્ષે પ્રતિવર્ષની જેમ દિવાળીની સેવાકીય ઉજવણી પોતે ફટાકડા ન ફોડી, સાદાઈથી ત્યૌહાર ઉજવી તેની બચત અને દાતાઓના સહયોગ થી “બા” નું ઘર વૃધ્ધાશ્રમ, માનવ કલ્યાણ મંડળ, અને સમસ્ત પાટીદાર સમાજના શ્રી મુકેશભાઇ મેરજા, વિભાબેન મેરજા, ગીતાબેન પટેલ, તેમજ ૫૫૦૦ સભ્યો દ્વારા રાજકોટ સીટીમાં હાલની મોંઘવારીના યુગમાં જરુરીયાતમંદોને મિઠાઇ, ફરસાણનાં પેકેટ્સ, ડ્રાયફ્રુટ, ચોકોલેટ, અનાજ, લોટ, મસાલા, કઠોળ, દાળ, ભાત, નવા કે જુના કપડા, ધાબડા, સાલ, ગરમ કપડા, સ્કુલબેગ, સાયકલ, રમકડાં, ચોપડા, નોટબુક, વોટર બોટલ, નવા બુટ-ચંપલ, મોબાઇલ, ફનીચર, ટીવી, ગાદલા, પલંગ, ખુરશી, વિલચેર, તેમજ અન્ય લોકોપયોગી ચીજ-વસ્તુઓ લોકો પાસેથી અને સંસ્થાના સભ્યો પાસેથી મેળવી વિતરણ કરે છે. આવી વસ્તુઓ આપ સંસ્થાને નવી કે આપની પાસે પડી રહેલ જુની નીચે જણાવેલ એડ્રેસ પર આપી જવી જેથી આપ પણ કોઈને મદદરૂપ થઈ પુણ્ય મેળવી શકશો.

 

(૧) “ ઓમકાર” પરીમલ સોસાયટી, શેરીનં-૨, પ્લોટનં ૧૨, યુનિ. રોડ, રાજકોટ-5. મો- ૯૪૨૯૧૬૬૭૬૬

 

.

 

(૨) માનવ ક્લ્યાણ મંડળ, ૩-ગંગા જમુના સરસ્વતી ટાવર, એકતા પ્રકાશન પાસે, યુનિ. રોડ, રાજકોટ-૭. મો-૯૪૨૬૭૩૭૨૭૩ – (૩) “સૃજલ” ૩- જલારામ સોસાયટી, શેરી નં-૨, કેવલમ ફ્લેટની સામે, યુનિ. રોડ, રાજકોટ-૭ મો- ૯૪૨૮૧૫૬૬૪૦ (૪) “બા”નુ ધર નિરાધાર મહિલા વૃદ્ધાશ્રમ, રૂડાનગર-૨, શેરી નં-૧, પ્લોટ નં-૬૧, રાજકોટ-૫ મો-૯૫૧૦૩૯૯૬૪૮

 

આ કાર્યમાં ગીતાબેન પટેલ,મુકેશભાઇ મેરજા, વિભાબેન મેરજા,, નાથાભાઇ કાલરીયા, ડો.વી.એન.પટેલ, મનીષા જાદવ, નિશિતા સંતોકી, ધારા છત્રોલા, દર્શના પટેલ, ગીતાબેન વોરા, ગીતાબેન ચારોલા, કાંતાબેન ફળદુ, મીનાબેન પરસાણા, વર્ષાબેન મોરી, ડો.જીજ્ઞેશ, પિયુષ કણસાગરા, મનુભાઈ મેરજા, મનસુખભાઇ હીન્યુ, ડો.ભાલાળા સાહેબ, શારદાબેન ગોધાણી, મનિષભાઇ વડારીયા, રૂપલ સંતોકી, જશુબેન ચારોલા, મધુબેન ફળદુ, જહેમત ઉઠાવી રહ્યા છે, કોઈ અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થા દાન, સ્વીટ ફરસાણ કે કપડાં બ્લેન્કેટ વિ. આપવા માંગતા હોઈ તો કોન્ટેક્ટ કરે, માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટ, ૪-ગંગા જમુના સરસ્વતી ટાવર, એકતા પ્રકાશન પાસે, યુનિ.રોડ-રાજકોટ. મો-૯૪૨૯૧૬૬૭૬૬, ૯૪૨૮૧૫૬૬૪૦, ૯૦૨૩૬૦૦૩૩૭, ૯૫૧૦૩૯૯૪૮

Related posts

*ઝીંઝુડા ડ્રગ્સ કેસમાં સંડોવાયેલ અને જોડિયાના વતની ના ઘરેથી વીજળી ચોરી ઝડપાતા પી જી વી સી એલ દ્વારા તેમના ઘરનું વીજળી જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું*

Hello Morbi

*મોરબી જિલ્લા ના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી* *નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ૧૪૪મી જગન્નાથ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રવિવારે અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી – દર્શન કરશે : રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરશે*

Hello Morbi

Leave a Comment