• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી:ઝૂલતા પુલ તૂટવાની ગોઝારી દુર્ઘટના ના પગલે કોંગ્રેસ અગ્રણીઓ મોરબી આવશે*

ગઇ કાલે મોરબીમાં પુલ તૂટવાની અત્યંત દુઃખદ ઘટનાને પગલે આજે તારીખ ૩૧.૧૦.૨૨ નાં રોજ રાજસ્થાનનાં મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતજી, મધ્ય પ્રદેશ ના પૂર્વ મુખ્યમંત્રીશ્રી દિગ્વિજય સિંહજી, વરિષ્ઠ નેતાશ્રી બી કે હરિપ્રસાદજી, AICC પ્રવક્તા પવન ખેરા જી, રાજસ્થાનનાં પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી ડો.રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, અર્જૂનભાઈ મોઢવાડીયા, રાજ્યસભા સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ, પૂર્વ વિપક્ષ નેતાશ્રી પરેશ ધાનાણી, નૌશાદ સોલંકી , લલિત કગથરા, ઋત્વિક મકવાણા મોરબી ની મુલાકાત પર આવી રહ્યા છે. તેઓ બપોરે 12-00 વાગ્યે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓનો મુલાકાત લઈ ખબર અંતર પુછશે. ત્યારબાદ દુઃખદ ઘટના બની તે સ્થળે જશે. આ દુર્ઘટનામાં જેમણે જીવ ગુમાવ્યા છે તેના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવશે. આ સંકટ સમયે સમસ્ત કોંગ્રેસ પરિવાર તેમની પડખે ઉભા રહી દુઃખના સમયમાં સહભાગી બનશે.

જયંતી ભાઈ જે પટેલ,

પ્રમુખ શ્રી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ

Related posts

*ક્યૂટ પરી નવ્યા નો જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા…*

Hello Morbi

*HELLO MORBI: ખેતી અને ઉદ્યોગ પર ભાર મુકાય તો આર્થિક વિકાસ વધે: હરેશ બોપલિયા પ્રમુખશ્રી સિરામિક એસોસિયેશન મોરબી*

editor

*પારડી ગામ પંચાયતની હદમાં પાણીનો પ્રશ્ન હલ થશે સરપંચ મહેશ ભાઈ માટીયા*

Hello Morbi

Leave a Comment