• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કરુણા અભિયાન થકી ગુજરાતમાં અત્યાર સુધીમાં 50000 થી વધુ અબોલ પક્ષી ના જીવ બચાવ્યા*

-: મુખ્યમંત્રીશ્રી રૂપાણી :-

• કરૂણા અભિયાન થકી ગુજરાતમાં અત્યાર સુધીમાં ૫૦,૦૦૦થી વધુ અબોલ પક્ષીઓના જીવ બચાવાયા

• આ વર્ષે પણે ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ

• રાજ્યમાં ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ : કડક સર્વેલન્સ હાથ ધરાશે- દોષિતને કડક સજા કરવા મુખ્યમંત્રીશ્રીનો આદેશ

• કરૂણા અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, કોર્પોરેશન સહિત વિવિધ ૬ વિભાગો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી થશે

………..

ગાંધીનગરથી

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી દ્વારા ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા ૧૦ દિવસીય કરૂણા અભિયાન- ૨૦૨૧નો ઇ-શુભારંભ કરાયો

………..

ઘાયલ પક્ષીઓના સારવાર સમયે કોવિડ અને બર્ડફ્લુની SOPનું પાલન કરવા મુખ્યમંત્રીશ્રીનો સંબંધિતોને અનુરોધ

………

રાજ્ય સરકાર દ્વારા ૨૦,૦૦૦ PPE કિટનું વિના મૂલ્ય વિતરણ

………

 

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, કરૂણા અભિયાન થકી ગુજરાતમાં અત્યાર સુધીમાં ૫૦,૦૦૦થી વધુ અબોલ પક્ષીઓના જીવ બચાવાયા છે. આ વર્ષે પણે ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ છે. કરૂણા અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, કોર્પોરેશન સહિત વિવિધ ૬ વિભાગો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે તેમ કરૂણા અભિયાન-૨૦૨૧નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

 

રાજ્યમાં ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ માટે કડક સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે અને દોષિતોને કડક સજા કરવા મુખ્યમંત્રીશ્રીએ વહીવટી તંત્રને આદેશો આપ્યા છે.

ઉત્તરાયણ પર્વમાં દોરીથી ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા ૧૦ દિવસીય કરૂણા અભિયાન- ૨૦૨૧નો આજે ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી હસ્તે ઇ-શુભારંભ કરાયો હતો.

ગાંધીનગર ખાતે વન મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા, પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, પશુપાલન રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડ, વન રાજ્ય મંત્રીશ્રી રમણલાલ પાટકર આ અભિયાનના ઉદ્દઘાટન પ્રસંગે સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રી કહ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ ૨૦૧૭થી મકરસંક્રાતિ દરમિયાન ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા- જીવદયાને પ્રાધ્યાન્ય આપવા વ્યાપક સ્વરૂપે કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવે છે. રાજ્યભરની જીવદયા સંસ્થાઓ આ કાર્યમાં મોટી સંખ્યામાં સહભાગી થાય છે. જેના પરિણામે આ અભિયાન સફળ બનાવી શક્યા છીએ.

તેમણે કહ્યું હતું કે આપણી સંસ્કૃતિ, પરંપરા, વિરાસત, ઇતિહાસમાં અબોલ પશુ, પંખીઓના જીવ બચાવવા મોટા સંગ્રામ થયા છે, તેમાં અનેક જીવદયા પ્રેમીઓએ પોતાના બલિદાન આપ્યા છે, આ આપણા સંસ્કાર દર્શાવે છે. ભગવાન ગૌતમ બુદ્ધના સમયથી આ જીવ દયાની પ્રણાલી શરૂ થઇ છે. ગૌતમ બુદ્ધે કરૂણાનો સંદેશ વિશ્વને આપ્યો છે. નાની ઘટના પણ સૌને જીવો અને જીવવાદોના સૂત્રને સાકાર કરવાની પ્રેરણા આપે છે. દરેકના જીવનની રક્ષા કરવી એ સરકારની ફરજ છે. જેના ભાગરૂપે ગાંધીજી અને સરદારના ગુજરાતમાં આપણે આ કરૂણા અભિયાન શરૂ કર્યું છે. અહિંસક ગુજરાતની પ્રતિષ્ઠામાં વધારો કરનારૂ આ અભિયાન બન્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોવિડ-૧૯ અને છેલ્લા થોડાક દિવસથી પક્ષીઓમાં બર્ડ ફ્લુના પણ છૂટા છવાયા કેસ જોવા મળ્યા છે. આની સામે સાવચેતીના ભાગરૂપે ઘાયલ પક્ષીઓની સારવારમાં જોડાયેલા રાજ્યની સરકારની SOPનું અમલ કરે તે જરૂરી છે. બર્ડ ફ્લુનો ચેપ બીજા પક્ષીમાં ન ફેલાય તેની કાળજી રાખવી પડશે તેવો મુખ્યમંત્રીશ્રીએ વિવિધ સંસ્થાઓને અનુરોધ પણ કર્યો હતો.

રાજ્યમાં મક્રરસંક્રાંતિ પર્વ દરમિયાન એકપણ અબોલ પક્ષીનો જીવ ન જાય તે માટે પશુપાલન વિભાગ, વન વિભાગ દ્વારા પક્ષીઓની પ્રી- પોસ્ટ સારવાર માટે ICU, એમ્બ્યુલન્સ, પશુ-પંખીઓની સારવાર માટે ૧૯૬૨ હેલ્પલાઇન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં સહભાગી થવા સ્વૈચ્છિક સંસ્થાઓને મુખ્યમંત્રીશ્રીએ અપીલ કરી હતી.

મુખ્યમંત્રીશ્રી આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પક્ષીઓની સારવારનું નિરીક્ષણ અને પશુ ચિકિત્સકો સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત કરૂણા અભિયાનમાં સહભાગી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો સાથે પણ ચર્ચા કરીને જરૂરી સૂચનો કર્યા હતા.

વન વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી રૂપાણીના નેતૃત્વમાં ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે. અત્યાર સુધીમાં આ અભિયાન થકી હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. તા. ૧૧ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, મહાનગરપાલિકાઓ અને વિવિધ ૨૫૦ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે.

તેમણે કહ્યું હતું કે, કોવિડ અને બર્ડ ફ્લુની SOPનું યોગ્ય પાલન થઈ શકે તેમ માટે PPE કીટ પહેરીને ઘાયલ પક્ષીઓને બચાવવાની કામગીરી કરવી જરૂરી છે. આ માટે અંદાજે ૨૦,૦૦૦ PPE કિટનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે, જે મહાનગરપાલિકા સહિત સંબંધિત કચેરીએ ઉપલબ્ધ થઈ શકશે. ચાલુ વર્ષએ કરૂણા અભિયાનમાં ૪૨૧ સારવાર કેન્દ્રો, ૭૧ મોબાઇલ વાન, ૩૭ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ તથા ૫૨૯ પશુ ચિકિત્સકો ઉપરાંત કર્મચારીઓ અને સ્વંયસેવકો સહભાગી થયા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વાઇડલાઇફ કેર સેન્ટર, બોડકદેવ ખાતે ઘાયલ પક્ષીઓને અપાતી સારવારની ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.

આ પ્રસંગે પશુપાલન વિભાગના સચિવશ્રી નલીન ઉપાધ્યાય, વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ પોસ્ટ ડૉ. ડી. કે.શર્મા, પશુપાલન નિયામક શ્રી ફાલ્ગુનીબેન ઠાકર તેમજ કાર્યક્રમના સ્થળે પશુપાલન વિભાગ, વન વિભાગ સહિત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

………..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અવાર નવાર પ્રોહિબીશનના ગુન્હામા પકડાયેલ ઇસમોનેપાસા* *અટકાયત કરતી* *મોરબી સીટીએ ડીવિઝન પોલીસ*

editor

*શ્રી લોહાણા મહા પરિષદ,યુવા સમિતિ,ઉતર ગુજરાત ઝોન પ્રમુખ જનક ઠકકરે તેમની ટીમ સાથે લીધેલ ડીસા નગરની મુલાકાત*

Hello Morbi

*વાંકાનેર: વાંકાનેર ના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણી ની ઉપવાસ આંદોલન દરમિયાન તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા*

Hello Morbi

Leave a Comment