• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઝૂલતાં પુલ ખાતેના દુર્ઘટના સ્થળની સતત બીજા દિવસે મુલાકાત લઈ કામગીરીની જરૂરી સમીક્ષા કરતાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ*

*મુખ્યમંત્રીશ્રી સાથે રાજ્યના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા*

 

મોરબીના ઝુલતા પુલ ખાતે થયેલ દુર્ઘટના અન્વયે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે સતત બીજા દિવસે ઘટના સ્થળની મુલાકાત લઇ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ બચાવ અને રાહત કામગીરી અંગેની જાણકારી મેળવી જરૂરી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ તકે નૌ સેના, એન.ડી.આર.એફ., આર્મી, પોલીસ વગેરે વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

મુખ્યમંત્રીશ્રી સાથે આ તકે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, પ્રભારી મંત્રી શ્રી દેવાભાઈ માલમ, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તથા શ્રી મોહનભાઈ કુંડારીયા, મુખ્ય અગ્ર સચિવ શ્રી કે.કૈલાશનાથન, રેન્જ આઈ.જી. શ્રી અશોક કુમાર યાદવ, રાજકોટ કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ, મોરબી કલેક્ટર શ્રી જી.ટી.પંડ્યા સહિતના અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ જોડાયા હતા.

000000

Related posts

*HELLO MORBI:મોરબીમાં રફાળિયા પાસે નવનિર્મિત જી.પી.સી.બી.ની પ્રાદેશિક કચેરીનું લોકાપર્ણ કરતા કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી જિલ્લા લોક જનશક્તિ પાર્ટીના હોદેદારો દ્વારા 𝐏𝐆𝐕𝐂𝐋 ને લગતા પ્રજાના પ્રશ્નોની રજુઆત કરાઇ*

editor

*કોડીનાર તાલુકાના બોડવા ગામે યોજાયેલ અનુસૂચિત જાતિનો સમૂહ લગ્નોત્સવ અનેરી રીતે આયોજન..*

Hello Morbi

Leave a Comment