• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લાની વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ઉમેદવારી ફોર્મ રજૂ કરતી સમયે ૫(પાંચ) કરતાં વધુ વ્યક્તિઓના કચેરી ખાતે પ્રવેશ પર પ્રતિબંધ*

વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત મોરબી જિલ્લામાં મતદાન આગામી તા.૦૧-૧૨-૨૦૨૨ ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે તેમના ટેકેદારો અથવા દરખાસ્ત કરનાર અને અન્ય ચાર વ્યક્તિઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને જ વાહનો સાથે ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ મળી શકશે. પાંચ કરતા વધુ વ્યક્તિઓના પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.કે.મુછાર દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ ઉમેદવારી પત્ર રજૂ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો એક સાથે પ્રવેશી શકશે. તેમજ ઉમેદવારી પ્રમાણપત્ર લેવા આવે ત્યારે પણ આ સુચનોનો અમલ કરવાનો રહેશે. ઉપરાંત વાહનોનો ખર્ચ પણ ઉમેદવારના ખર્ચમાં ઉધારવાનો રહેશે.

 

આ આદેશોનો અમલ. ૧૦ ડિસેમ્બર સુધી કરવાનો રહેશે. જે મોરબીના શહેર, તાલુકા અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ થશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. તેમ મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.કે.મુછાર દ્વારા જાહેર કરેલા હુકમમાં જણાવાયું છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ શ્રી પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા આયુષ્યમાન આરોગ્ય મંદિરનો લોકાર્પણ સમારોહ યોજાયો*

editor

*HELLO MORBI:એક પેરેન્ટસ તરીકે નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કુલના ગ્રાન્ડ ઓપનીંગ અને કિડસ કાર્નિવલમાં જવાનું થયું*

Hello Morbi

*HELLO MORBI: વાંકાનેરમાં નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થી હસ્તે તિરંગા ને ફરકાવી ધારાસભ્ય જીતુભાઈ સોમાણી આપી સલામી*

editor

Leave a Comment