• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી અરજી જિલ્લા કક્ષાની મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીનાસભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામકશ્રીને અરજી કરવાની રહેશે*

મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.કે.મુછારએ મોરબી જિલ્લાની વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ને ધ્યાને લઇ ટેલીવીઝન ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપવા નોંધાયેલ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારને તેમની જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ અરજી કરવા જણાવ્યું છે.

 

આ અંગે પ્રસિધ્ધ થયેલ જાહેરનામા પ્રમાણે પ્રવર્તમાન ચૂંટણી દરમિયાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ઉમેદવારના ટેકેદારો તરફથી ઇલેકટ્રોનિક મીડિયાના માધ્યમથી પ્રસારણ સ્થાનિક કંટ્રોલરૂમથી તથા ટીવી ચેનલના રાજય, આંતર રાજય કે આંતરરાષ્ટ્રીય તેમજ AM અને FM રેડીયો નેટવર્કથી કરવામાં આવે છે. હાલમાં આ નેટવર્કના નિયંત્રણ માટે કેબલ ટેલીવીઝન (વિનિયમન) અધિનિયમ-૧૯૯૫ તથા કેબલ ટેલીવીઝન (વિનિયમો) નિયમો-૧૯૯૪ અમલમાં છે. જે મુજબ જાહેરાત નિયત કરેલ આચાર સહિંતાને અનુરૂપ હોય તે સિવાય કોઇપણ વ્યકિત કોઇ જાહેરાત પ્રસારીત કે પુનઃ પ્રસારીત કરી શકે નહીં. ભારતના ચૂંટણી પંચે ચૂંટણીઓ નિષ્પક્ષ, તટસ્થ, શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા કોઇ પક્ષ કે સંસ્થા કે ઉમેદવારની તરફેણ કે વિરૂધ્ધમાં કે ચૂંટણી પંચે જાહેર કરેલ આદર્શ આચાર સંહિતાની જોગવાઇઓ વિરૂધ્ધ કોઇપણ ચૂંટણી વિષયક જાહેરાત ઇલેકટ્રોનીકના માધ્યમથી કરવામાં ન આવે તે માટે સંવિધાનની કલમ-૧૪૨ હેઠળની સતાનો ઉપયોગ કરીને નામદાર સુપ્રીમ કોર્ટે આદેશાત્મક જોગવાઇ કરેલ છે.

 

જે અન્વયે નોંધાયેલ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારે તેમની જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ અને બીજી કોઇ વ્યકિત અથવા બિન નોંધાયેલ રાજકીય પક્ષો, સંસ્થા વગેરેએ આવી જાહેરાત ટેલીકાસ્ટના સુચિત આરંભની તારીખથી મોડામાં મોડા સાત દિવસ અગાઉ અરજી કરવાની રહેશે. ઇલેકટ્રોનિક ફોર્મમાં સુચિત જાહેરાતની બે નકલ તેમજ તેની યોગ્ય રીતે પ્રમાણીત કરેલ બે નકલ અરજી સાથે જોડવાની રહેશે. આવી જાહેરાત, જીંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટસ વગેરેનું સર્ટીફીકેશન મેળવવા માટેની અરજી જિલ્લા કક્ષાની મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીના સભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામકશ્રી મોરબીને કરવાની રહેશે.

Related posts

*માળીયા (મી.) હાઇવે પર એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત, એકને ઇજા*

Hello Morbi

*મોરબીના ક્યુટ બોય યુવરાજસિંહ રાઠોડ નો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી નગરપાલિકા માં ભષ્ટ ભાજપે* *તેજોરી ખાલી કરી નાખતા* *સાફ સફાઈ ના વાહનો બંધ શહેરમાં ગંદકી ના ગંજ* *મહેશ રાજ્યગુરુ*

editor

Leave a Comment