• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: કાંતિભાઈ અમૃતિયા સહીત નાં ભા.જ.પ. ના તમામ ઉમેદવારો ના સમર્થન માં મોરબી જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ની બેઠક યોજાઈ.*

*જીલ્લા ની વિવિધ સ્વનિર્ભર શાળા ના મેનેજીંગ ટ્રસ્ટીશ્રીઓ તેમજ બહોળી સંખ્યા માં શિક્ષકોની ઉપસ્થિતી માં ભા.જ.પ. ના ઉમેદવારો ને જંગી બહુમતીથી વિજયી બનાવવા સંકલ્પ કરવા માં આવ્યો.*

 

પ્રવર્તમાન સમયે ગુજરાત વિધાનસભા ની ચુંટણી ના મતદાન ને ગણતરી ના દીવસો બાકી રહ્યા છે ત્યારે મોરબી મુકામે વિભુતિ હોલ ખાતે મોરબી-માળીયા ૬૫ વિધાનસભા ના ભા.જ.પ. ના લોકપ્રિય ઉમેદવાર મા.શ્રી. કાંતિભાઈ અમૃતિયા ની પ્રેરક ઉપસ્થિતી માં મોરબી જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ની બેઠક યોજાઈ હતી જેમા મોરબી જીલ્લા ની વિવિધ શાળા ના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યો તેમજ શિક્ષકો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ના પનોતા પુત્ર દેશ ના વડાપ્રધાન મા.શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હાથ મજબુત કરવા રાષ્ટ્ર નિર્માણ ના ભગીરથ કાર્ય માં સહભાગી બનાવા મોરબી જીલ્લા સંલગ્ન દરેક વિધાનસભા બેઠક માં ભા.જ.પ. ને જંગી લીડ થી વિજયી બનાવવા ઉપસ્થિત દરેક ટ્રસ્ટીશ્રીઓ તેમજ શિક્ષકો દ્વારા સંકલ્પ કરવા માં આવ્યો હતો. આ તકે મોરબી-માળીયા ૬૫ વિધાનસભા ના ભા.જ.પ. ના લોકપ્રિય ઉમેદવાર મા.શ્રી. કાંતિભાઈ અમૃતિયા દ્વારા ઉપસ્થિત શિક્ષકગણ નુ અભિવાદન કરવા માં આવ્યુ હતુ. વિવિધ શાળા નાં ટ્રસ્ટીશ્રીઓ દ્વારા કાંતિભાઈ અમૃતિયા સહીત ના મોરબી જીલ્લા સંલગ્ન દરેક બેઠક ના ભા.જ.પ. ના ઉમેદવારો ને ખુલ્લુ સમર્થન આપવા માં આવ્યુ હતુ.

આ તકે મોરબી જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ નાં મનોજભાઈ ઓગણજા (રાંદલ વિદ્યાલય), નિલેશભાઈ કુંડારીયા( નિર્મલ વિદ્યાલય), પી.ડી. કાંજીયા (નવયુગ વિદ્યાલય), જીતુભાઈ વડસોલા (નિલકંઠ વિદ્યાલય), હાર્દિકભાઈ પાડલીયા (ન્યુ એરા સ્કુલ), ટી.ડી.પટેલ (ઓમ શાંતિ વિદ્યાલય), જયેશભાઈ ગામી (નાલંદા વિદ્યાલય), નવનીતભાઈ કાસુન્દ્રા (નિલકંઠ કોમર્સ સ્કુલ), દીલીપભાઈ ગઢીયા (સર્વોપરી સ્કુલ), કીશોરભાઈ શુક્લ ( સાર્થક વિદ્યા મંદિર), અશ્વિનભાઈ અઘારા (ઉમા વિદ્યા સંકુલ), હર્ષદભાઈ ઓડીયા (ક્રિષ્ના સ્કુલ), રાજુભાઈ (નવનિર્માણ વિદ્યાલય), પ્રકાશભાઈ (સારથી વિદ્યાલય), અતુલભાઈ પાડલીયા (નવજીવન વિદ્યાલય), હર્ષદભાઈ કાવર (નવદીપ વિદ્યાલય), અશોકભાઈ (તપોવન વિદ્યાલય), સંદીપભાઈ (સત્યમ વિદ્યાલય), પ્રસાદભાઈ ગોરીયા (આર્યવ્રત વિદ્યાલય) સહીત ના મોરબી જીલ્લા ની વિવિધ સ્વનિર્ભર શાળા ના ટ્રસ્ટીશ્રી ઉપરાંત બહોળી સંખ્યા માં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત દરેક મહાનુભવો દ્વારા મા.શ્રી. કાંતિભાઈ અમૃતિયા ને સમગ્ર ગુજરાત ની ૧૮૨ વિધાનસભા બેઠકો માંથી સૌથી વધુ લીડ થી વિજયી બનાવવા અંગે આહવાન કરવામાં આવ્યુ હતુ.

લી.

નિર્મિત કક્કડ

ભા.જ.પ.

મોરબી.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન-2024 ને અનુલક્ષી ને“કાર્યશાળા“ નુ આયોજન કરવામા આવેલ*

editor

*HELLO MORBI:ઈદ હોય કે નવરાત્રી કે પછી હોય દિવાળી પોલીસ હંમેશા રહી એલર્ટ વાહન ચેકિંગ અને ફ્રુટ પેટ્રોલિંગ કરતી વાંકાનેર પોલીસ*

editor

*રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાની સત્તાવાર જાહેરાત મોરબીમાં શનાળા ખાતે ૩૩ કરોડનાખર્ચે નિર્માણ પામશે અદ્યતન કોર્ટ બિલ્ડીંગ ૭.૭૫ કરોડના ખર્ચે ટંકારા ખાતે નિર્માણ પામશે કોર્ટ બિલ્ડીંગ*

Hello Morbi

Leave a Comment