• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા:આર્યસમાજના સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી*

ટંકારા તા ૧૪ (*નૈમિષ સેજપાલ ટંકારા દ્વારા*)નમસ્તે *ચૈત્ર સુદ એકમ* આર્ય સમાજનો સ્થાપના દિવસ આજે વિશિષ્ટ રીતે *ટંકારા આર્ય સમાજ* દ્વારા ઉજવવામાં આવ્યો જેમ વ્યક્તિનો જન્મદિવસ હોય અને પોતાના જીવનનું સ્વમૂલ્યાંકન જીવન જન્મદિવસ નિમિત્તે કરવું જરૂરી છે ગયું વર્ષ મારા માટે કેવું રહ્યું અને આગામી વર્ષમાં મારે શું નવું વિચારવું આવા જ કાંઈક અભિગમ સાથે આર્ય સમાજ ટંકારા ના તમામ ભાઈઓ બહેનો એ વિચાર્યું કે આપણે ચૈત્ર સુદ એકમનો સ્થાપના દિવસ આપણા પોતાના જ્ઞાનની ચકાસણી માટે કરીશું તેમના માટે એક 100 માર્કસનું લેખિત પેપર તૈયાર કરવામાં આવ્યું અને લગભગ 50 વ્યક્તિ દ્વારા આ કસોટી આપવામાં આવી જેમાં *સૃષ્ટિ ઉત્પત્તિ, વૈદિક સિદ્ધાંતો, મહર્ષિ નું જીવન અને આર્ય સમાજ* આ બધા જ વિષયોને આવરીને પેપર તૈયાર કરવામાં આવ્યું હતું. એક કલાકના પેપર અંતે ચકાસણીમાં લગભગ 50% ભાઈઓ બહેનો ફુલ્લી રીતે પાસ થયા *પ્રથમ નંબર દિવ્યાબેન પરમાર 100 માંથી 86 ગુણ પ્રાપ્ત કરી મેળવ્યો બીજો નંબર હિમસુ ગૌતમભાઈ જેણે 74 અંક સાથે દ્વિતીય નંબર મેળવ્યો અને તૃતીય નંબર ઉપર બે ભાઈઓ બહેનો રહ્યા* અને જેમને 50% થી વધારે માર્કસ મેળવ્યા એ તમામને પ્રોત્સાહિત ઇનામ અર્પણ કરવામાં આવ્યા કાર્યક્રમના અંતે બધા ભાઈઓ બહેનોનો એક મંતવ્ય બહાર આવ્યો કે આવો આત્મ નિરીક્ષણનો આત્મજ્ઞાનની ચકાસણીનો પ્રયોગ આપણે આર્ય સમાજ ટંકારામાં દર મહિનાના સાપ્તાહિક એક કાર્યક્રમમાં ચોક્કસ કરીશું તો આવી રીતે આર્ય સમાજ ટંકારા દ્વારા ચૈત્ર સુધી એકમ આર્ય સમાજ નો સ્થાપના દિવસ ખુબ સારી રીતે ઉજવવામાં આવ્યો જેમ કાર્યક્રમ બાદ બધાએ અલ્પાહાર સાથે લઈ અને વિસર્જિત થયા

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ (અમૂલ) ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા વિતરણ શરૂ*

Hello Morbi

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી 2022 માં વધુને વધુ મતદાન કરવા મોરબી જિલ્લા કલેકટર ની અપીલ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી:બેસણું:મોરબી નિવાસી સ્વ વિપુલભાઈ ઘનશ્યામભાઈ વાઘેલાનું ગુરુવારે બેસણું*

editor

Leave a Comment