• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી જલારામ સત્સંગ મંડળ પાલનપુર દ્રારા શરૂ થયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન* 

  • બનાસકાંઠાની રાજધાની એવા પાલનપુર નગરમાં પૂજ્ય જલારામ બાપાનું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય મંદિર નિર્માણાધીન છે.પાલનપુરમાં લોહાણા સમાજ ઉપરાંત સમગ્ર સનાતન હિંદુ સમાજ પૂજ્ય જલારામ બાપામાં અખંડ આસ્થા અને વિશ્ર્વાસ ધરાવે છે.ડીસા જલારામ સત્સંગ મંડળ દ્રારા 229 મા ગુરૂવારનાં ભજન પાલનપુર ખાતે મહાસુખભાઈ વૈકુંઠરામભાઈ ઠકકર/પૂજારાના નિવાસસ્થાને થતાં પાલનપુર જલારામ સત્સંગ મંડળ દ્રારા દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજનનો શુભારંભ થઈ ચૂક્યો છે.તારીખ 15-12-2022 બીજા ગુરૂવારે પોપટલાલ માવજીભાઈ ઠકકરના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાનાં ભજન રાખવામાં આવેલ છે.ડીસા જલારામ સત્સંગ મંડળના અંદાજે 80 જેટલા જલારામ ભકતો પાલનપુર પધારતાં ભજન સત્સંગનો જબરજસ્ત માહોલ જામ્યો હતો.મહાસુખભાઈના પરિવારનું જલારામ દર્શન ગ્રંથ તેમજ મોમેન્ટોથી સન્માન કરવામાં હતું.આ દિવ્ય અવસરે ડીસાના જાણીતા કથાકાર યશવંત શાસ્ત્રીજી મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.પાલનપુરમાં સતત દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન ચાલુ રહે તે માટે કાંતિભાઈ કોટક,નવીનભાઈ ગોકલાણી,મંજુલાબેન નરોતમભાઈ ઠકકર,ભાવનાબેન અખાણી સહિત સૌએ અડગ નિર્ધાર કર્યો હતો.શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસાના સંચાલક ભગવાનભાઈ બંધુએ જરૂરી માર્ગદર્શન આપી પાલનપુરની સુંદર વ્યવસ્થા બદલ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related posts

*મોરબી નગરપાલિકા ની પ્રિ-મોન્સુન ની કામગીરી ના પ્રથમ વરસાદે જ લીરે લીરા ઉડિયા : મહેશ રાજ્યગુરૂ મહામંત્રી, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ*

Hello Morbi

*ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ વેકરીયા ને ઓલ ઇન્ડિયા પરિવહન મઝદુર મહાસંઘ માં કારોબારીના સભ્ય તરીકે નિમણૂક થવાબદલ શુભેચ્છા અભિનંદન ની વર્ષા*

Hello Morbi

*HELLO MORBI NEWS:ટંકારા ના ધારાસભ્ય દુલ્લભજીભાઈ દેથરીયા અને ટંકારા ના પૂર્વ સરપંચ કાનાભાઈ ત્રિવેદી દ્વારા ટંકારાનો પાણી પ્રશ્ન હલ*

editor

Leave a Comment