• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પાટણ રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી નારણભાઈ ઠકકરનાં ધર્મપત્ની કમળાબેનનું થયેલ દુ:ખદ અવસાન*

પાટણ રઘુવંશી લોહાણા સમાજના અતિ નિષ્ઠાવાન, કર્મઠ, જાગૃત સેવક તેમજ લોકપ્રિય અગ્રણી,જલારામ મંદિર પાટણના સમર્પિત સેવક નારણભાઈ લક્ષ્મણજી ઠકકરનાં ધર્મપત્ની કમળાબેનનું 80 વર્ષની વયે તાજેતરમાં દુ:ખદ અવસાન થતાં પરિવાર, સમાજ તેમજ પાટણ નગરમાં ઉંડા આઘાતની લાગણી પ્રસરી છે.

સદગત કમળાબેનના પતિ નારણભાઈ ઠકકર(મોબાઇલ:9429726327),જાણીતા ડોક્ટર સુરેશભાઈ ઠકકર (મોબાઇલ:9825078408),રાજેશભાઈ ઠકકર (મોબાઇલ:9824511808),સુપુત્રીઓ રમીલાબેન ગીરીશકુમાર ઠકકર, મીનાક્ષીબેન કીરીટકુમાર ઠકકર, ઈલાબેન જગદીશકુમાર ઠકકર, પુત્રવધુઓ સ્નેહાબેન,કલ્પનાબેન સહિત સૌ પરિવારજનોએ દુખની આ વસમી ઘડીમાં સમગ્ર પરિવારને આશ્ર્વાસન,સાંત્વના અને સહકાર આપનાર સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.

વિશ્ર્વ લોહાણા મહા પરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી,વરિષ્ઠ ઉપપ્રમુખો ધર્મેશભાઈ હરિયાણી,જીતુભાઈ નાશિક, જીતુભાઈ લાલ,મંત્રીઓ હરીશભાઈ ઠકકર, ડો.સુરેશભાઈ પોપટ,ખજાનચી વસંતભાઈ અનારકટ,ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ,પાટણ રીજીયનના ચેરમેન ધનરાજભાઈ ઠકકર, મંત્રી જનકભાઈ ઠકકર સહિત અનેક અગ્રણીઓએ કમળાબેનના દુખદ નિધન બદલ નારણભાઈના પરિવારને દિલસોજી પાઠવી સદગતના આત્માની ચિરશાંતિ માટે પ્રભુ પ્રાર્થના કરી હતી.

સદગત કમળાબેન છેલ્લા ટૂંકા સમયથી સામાન્ય બિમારીથી પીડિત હતાં.નારણભાઈ ઠકકરના તમામ સેવાભાવી સામાજીક તેમજ પારિવારિક કામોમાં તેમનો ખૂબ જ મોટો સહકાર હતો.નારણભાઈની સેવાની સુગંધ ચારેબાજુ પ્રસરેલી છે ત્યારે કમળાબેનના સંપૂર્ણ સહકારની આજીવન યાદગીરી રહેશે.

Related posts

*જોડિયાના રસનાલ ગામે સેવા સેતુ કાર્ય ક્રમ યોજાયો*

Hello Morbi

*ડીસાની જલીયાણ ગૌશાળા કાંટ ખાતે બદલાતાં કરાયું ભૂમિપૂજન*

Hello Morbi

*રંગીલા રાજકોટમાં વોર્ડ નંબર 11 માં અખબારી અહેવાલ બાદ સફાઇ અભિયાન શરૂ!*

Hello Morbi

Leave a Comment