• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ડાયટ પાલનપુર ખાતે યોજાયો વાર્તા ઓરિએન્ટ કાર્યક્રમ*

જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-ડાયેડ પાલનપુર ખાતે યોજાયો વાર્તા ઓરીએન્ટ કાર્યક્રમ
જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત તેમજ નિપુણ ભારત અંતર્ગત ધોરણ 1 થી 8 માં સમગ્ર ગુજરાતમાં વાર્તાકથન અને વાર્તાલેખન(નિર્માણ) સ્પર્ધાનું આયોજન થઈ રહેલ છે.બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓના સ્પર્ધકોની વાર્તા સ્પર્ધા અગાઉ થઈ ચૂકી છે.આમાંથી ત્રણ સ્તરમાં પ્રથમ,દ્રિતિય અને તૃતીય આવેલ કુલ નવ સ્પર્ધકોને વિશેષ તાલીમ,માર્ગદર્શન તેમજ ઉંડાણપૂર્વકની સમજ આપવા માટે તારીખ 23-12-2022 શુક્રવારે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો વાર્તા ઓરીએન્ટ કાર્યક્રમ યોજાયો હતો.તાલીમ ભવનના પ્રાચાર્ય નાગોસના માર્ગદર્શનથી યોજાયેલ આ કાર્યક્રમનું આયોજન વ્યાખ્યાતા પી.એમ.બારડે કર્યું હતું જ્યારે સંકલન દાંતા સી.આર.સી. રતુજી સોલંકીએ કર્યું હતું.
આ પ્રેરણાદાયી અવસરે તજજ્ઞો તરીકે જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય,જાણીતા લેખક ભગવાનભાઈ બંધુ તેમજ શિક્ષક ભાવેશભાઈ પંડયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ધોરણ 1 થી 8 ના કુલ નવ વિધાર્થીઓ,તેમના માર્ગદર્શક શિક્ષકો તેમજ વાલીઓએ ખાસ ઉપસ્થિત રહી ઝોન કક્ષાની સ્પર્ધા માટે ખૂબ જ મહત્વનું અને જરૂરી એવું માર્ગદર્શન મેળવ્યું હતું.તાલીમ ભવનના પ્રાચાર્ય નાગોસે તમામ વિધાર્થીઓને સંપૂર્ણ સજ્જ થઈ ઝોન કક્ષાએ સર્વશ્રેષ્ઠ દેખાવ કરવા જણાવ્યું હતું.વ્યાખ્યાતા પી.એમ.બારડે તમામ વિધાર્થીઓને જ્યાં અને જ્યારે જરૂર પડે ત્યારે પૂરતું માર્ગદર્શન અને સહકાર આપવાની ખાત્રી આપી હતી.વાવ તાલુકો. માલસણના શિક્ષક ગંગારામભાઈ પટેલ,ગોઢ તાલુકો દાંતીવાડાની શિક્ષિકા નિર્મલબેન પરમાર તેમજ રણાવાડા તાલુકો કાંકરેજની સૃષ્ટિબેન દવેએ પોતાની સુંદર કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત વિધાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.ત્રણેય તજજ્ઞોએ પણ પોતપોતાનાં વકતવ્યો થકી વિધાર્થીઓને જરૂરી સમજ પૂરી પાડી હતી.

Related posts

*HELLO MORBI:દ્વારકાના રાધે ડીફરંટલી એબલ્ડ ફાઉન્ડેશનના મનોદિવ્યાંગ બાળકોએ શાસ્ત્રીય સંગીતની પરીક્ષા આપી સારા ગુણ સાથે ઉર્તીણ‌ થયાં*

editor

*HELLO MORBI:મોરબી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે “રઘુવંશી યુવક મંડળ” દ્વારા સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પરિવાર ના મોભી ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો દેસાઈ પરિવાર*

Hello Morbi

Leave a Comment