• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ, રાજકોટનાઓની અધ્યક્ષતામાં વ્યાજખોરોના દુષણને અટકાવવા સામે મોરબી ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરતી મોરબી જીલ્લા પોલીસ*

*પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ, રાજકોટનાઓની અધ્યક્ષતામાં વ્યાજખોરોના દુષણને અટકાવવા સામે મોરબી ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરતી મોરબી જીલ્લા પોલીસ

તારીખ : ૧૨/૦૧/૨૦૨૩

સામાન્ય નાગરીકોને વ્યાજખોરીના ચુંગલમાંથી મુકિત અપાવવા તેમજ આવી અસામાજીક પ્રવૃતિ કરતા વ્યકિતઓ પર કાયદાની લગામ કસવાના શુભ આશયથી માનનીય રાજયકક્ષાના ગૃહમંત્રીશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓએ ગેરકાયદેસર રીતે વ્યાજખોરી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા માટે સમગ્ર રાજયમાં ઝુંબેશ શરૂ કરવા સુચના આપેલ હોય, જે સુચના અનુસંધાને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજય ગાંધીનગર નાઓની સુચના મુજબ તા.૦૫/૦૧/૨૦૨૩ થી તા.૩૧/૦૧/૨૦૨૩ સુધી સમગ્ર ગુજરાત રાજયમાં Illegal Money-Lending activities વિરુધ્ધ ખાસ ઝુંબેશ (Special Drive) નું આયોજન કરવામાં આવેલ છે.

જે અનુસંધાને સામાન્ય પ્રજાજનોને ખોટી રીતે રંજાડતા ઇસમો વિરુધ્ધ અસરકારક કામગીરી થઇ શકે તેમજ સામાન્ય નાગરીકોને વ્યાજખોરીના ચુંગલમાંથી મુકિત અપાવવા માટે તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ-૨૦૧૧ અન્વયે લોકોમાં જાગૃતી કેળવવા તથા વ્યાજખોરી અંગે લોકોની ફરીયાદો સાંભળી આવી પ્રવૃતિ કરતા ઇસમો સામે તાત્કાલીક પગલા લેવાના ઉદ્દેશથી આજરોજ ૧૨/૦૧/૨૦૨૩ કલાક ૧૨/૦૦ વાગ્યાથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પરેડ ગ્રાઉન્ડ ખાતે ખાતે શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ, રાજકોટનાઓની અધ્યક્ષતામાં પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ તેમજ મોરબી જીલ્લા પોલીસની આગેવાનીમાં એક વિશાળ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ હતુ.

આ જનસંપર્ક સભામાં નાના ફેરીયાઓ, લારી ગલ્લાવાળાઓ, શાકભાજીવાળા, વેપારીઓ તેમજ ખેડુતો કે જેઓ આ વ્યાજખોરીની ચુંગલમાં ફસાતા છે તેવા આશરે ૩૦૦ નાગરીકો ભેગા થયેલ હતા. તેમજ મીડીયા કર્મચારીઓ પણ હાજર રહેલ હતા. તેમજ મોરબી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ કામર્ચારીઓ હાજર રહેલ હતા.

જે જનસંપર્ક સભામાં શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ, રાજકોટ નાઓએ વ્યાજખોરીના ચુંગલમાં ફસાયેલા લોકો ખુલ્લીને સામે આવે અને વધુને વધુ ગુનાઓ દાખલ કરાવવા હાકલ કરેલ હતી. તેમજ મોરબી પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓએ ગુજરાત સરકાર દ્વારા નવુ કદમ લેવામાં આવેલ છે તે અંગેની વિગતવાર સમજ કરેલ હતી. તેમજ મોરબી જીલ્લા રજીસ્ટારશ્રી ડી.વી.ગઢવી, જીલ્લા ઉદ્યોગ અધિકારીશ્રી વી.આર.દેત્રોજા, એસ.બી.આઇ. બેંકના AGM શ્રી પંકજકુમાર તથા એક્ષીસ બેંકના મેનેજરશ્રી વીરેન્દ્રસીંહ જાડેજા નાઓએ હાજર રહી legal Money-Lending કાયદાની વિસ્તૃત સમજ આપેલ હતી.

જે જનસંપર્ક સભામાં એસ.બી.આઇ., બેંક ઓફ બરોડા, એચ.ડી.એફ.સી. બેંક, એક્ષીસ બેંક, રાજકોટ સહકારી નાગરીક બેંક, રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંક, આઇ.આઇ.એફ.એલ. ફાયનાન્સ બેંક, મુથુટ ફાયનાન્સ બેંકોના મેનેજરશ્રી તેમજ કર્મયારીઓએ હાજર રહી ગુજરાત સરકાર દ્વારા હાલમાં લોનની સુવિધા તેમજ સરકારશ્રીની યોજના માટે હેલ્પ ડેસ્ક રાખીને તેઓને આ યોજનાની વિસ્તૃત સમજ કરવામાં આવેલ હતી.

આ જનસંપર્ક સભામાં આવેલા નાગરીકોએ અલગ અલગ કુલ – ૧૮ રજુઆતો કરેલ હતી. જે રજુઆત આધારે આજરોજ legal Money-Lending કલમ હેઠળ તાત્કાલીક ધોરણે ૧૪ એફ.આઇ.આર. નોંધી ૨૬ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બાકીની રજુઆતો બાબતે કાર્યવાહી ચાલુ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.૨૯,૫૧લાખનો નફો ૨૫ શહીદ પરિવારોને બોલાવીને રૂ.૨૫ લાખની સહાય અર્પણ કરાઈ*

editor

*મોરબી સિવિલ હોસ્પિટલ નો મેઈનગેઈટ ખંઢેર હાલતમાં ઉભો છે તેનું અકસ્માત થાય પહેલા સમારકામ કરવા મોરબી જિલ્લા કલેકટરને રજૂઆત*

Hello Morbi

*’ઓલ ઇન્ડિયા લેબર્સ એમ્પ્લોઇઝ યુનિયન’ દ્વારા વિનામૂલ્ય આંખના ઓપરેશન સેવા સાથે ગુજરાતમાંપદાધિકારીની વરણી* 

Hello Morbi

Leave a Comment