• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:અર્થ અવર ડે નિમિતે લોહાણા મહાપરિષદના માર્ગદર્શનથી ડીસા જલારામ મંદિરે યોજાયો ઉર્જા બચાવો કાર્યક્રમ*

અર્થ અવર ડે નિમિતે લોહાણા મહાપરિષદના માર્ગદર્શનથી ડીસા જલારામ મંદિરે યોજાયો ઉર્જા બચાવો કાર્યક્રમ
લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણીના નેતૃત્વમાં તેમજ પર્યાવરણ સમિતિના ચેરમેન કિરિટભાઈ ભીમાણીના માર્ગદર્શનમાં અનેક સ્થળોએ લોહાણા સમાજ દ્રારા અર્થ અવર ડે ની ઉજવણી 23 માર્ચના રોજ કરવામાં આવી હતી.
લોહાણા મહાપરિષદ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુની સલાહથી પર્યાવરણ સમિતિ બનાસકાંઠા રીજીયનના ચેરમેન મહેશભાઈ ઉડેચાની નિષ્ઠાપૂર્વકની મહેનતથી ડીસા જલારામ મંદિરે રાત્રે 8=30 થી 9=30 સુધી તમામ પ્રકારની લાઈટ,પંખા,ફોકસ વિગેરે બંધ કરી અર્થ અવર ડે ની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.આ શુભ અવસરે ભગવાનભાઈ બંધુએ સમગ્ર વિષયની સમજ આપી હતી.નરેશભાઈ ઉડેચા,રાજુભાઈ વકીલ (નોટરી),કમલેશભાઈ રાચ્છ સહિત સૌએ ઉર્જા બચાવો-પર્યાવરણ બચાવો અંગે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતી.શ્રીમતી શિલ્પાબેન રાજુભાઈ ઠકકરે સોલાર સીસ્ટમના મહત્તમ ઉપયોગ થકી ઉર્જા બચાવવાની વાત કરી હતી.આ પ્રેરણાદાયી અવસરે સમાજના કર્મઠ,જાગૃત,નિષ્ઠાવાન,વિચારવંત અગ્રણીઓ સર્વ ભરતભાઈ ગોકલાણી, આનંદભાઈ પી.ઠકકર,ભાવેશભાઈ જોબનપુત્રા,દીલીપભાઈરતાણી,નિરંજનભાઈ આઈ.ઠકકર (જય સ્વામિનારાયણ),પિયુષભાઈ ગટા,જગદીશભાઈ કકકડ,કલ્પેશભાઈ જેઠાલાલ ઠકકર-લાલાભાઈ,લાલાભાઈ ત્રિભોવનદાસ ઠક્કર તેમજ શુભેચ્છક ગ્રુપના સર્વ બળદેવભાઈ રાયકા,મહેશભાઈ મનવર સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી ઉજવણીમાં ભાગ લીધો હતો તેમજ ઉર્જા બચાવવાની ઝૂંબેશ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો.આ અવસરે લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિના ચેરમેન કિરિટભાઈ ભીમાણીએ ટેલિફોનીકલી શુભેચ્છા પાઠવી ટીમ બનાસકાંઠાને અભિનંદન આપ્યા હતા.આગામી ચોમાસામાં ડીસા નગર તેમજ બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણની સાચવણીની જાગૃતિ હેતુ વધારે વૃક્ષો વવાય તેવું આયોજન ગોઠવવા સૌએ અડગ નિર્ણય કર્યો હતો.

Related posts

*મોરબીમાં વિદેશી દારૂની બોટલો સાથે બે પકડાયા*

Hello Morbi

*મોરબીમાં માલિકીના પ્લોટ ઉપર કબ્જો કરનારા ત્રણ શખ્સોની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન અને સંકલન બેઠક યોજાઈ*

editor

Leave a Comment