• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:લક્ષ્મીવાસ ગામ ખાતે સર્વે રોગ નિદાન કેમ્પ અને આયુષ્માન કાર્ડ કેમ્પ યોજાયો*

*લક્ષ્મીવાસ ગામ ખાતે સર્વે રોગ નિદાન કેમ્પ અને આયુષ્માન કાર્ડ કેમ્પ યોજાયો*

આજરોજ તારીખ 08/2/2023 નાં લક્ષ્મીવાસ ગામ ખાતે જિલ્લા પંચાયત મોરબી આરોગ્ય શાખા નાં માર્ગદર્શન હેઠળ માનનીય ડીડીઓ સાહેબ શ્રી ની સૂચના અનુસાર 100 દિવસ કામગીરી અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ માળીયા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ , આયુષ્માન કાર્ડ કામગીરી , આભા કાર્ડ કામગીરી , નીરામયા ગુજરાત અંતર્ગત ડાયાબિટીસ,બીપી નિદાન સ્ક્રીનીંગ કામગીરી, T3 ટેસ્ટ ટોક અને ટ્રીટ એનેમિયા કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં લક્ષ્મીવાસ સરપંચ શ્રી દ્વારા કેમ્પ નું ઉદ્દઘાટન કરી ચાલુ કરવામાં આવ્યો હતો.જેમાં બહોળી સંખ્યા માં ગ્રામજનો એ લાભ લીધો હતો. સરપંચ શ્રી પ્રાણજીવનભાઈ કાવર અને ગામના આગેવાનો દ્વારા વધુ માં વધુ લાભાર્થી ઓ કેમ્પ નો લાભ લઈ શકે એ બાબતે ખૂબ જ પ્રયત્નો કરેલ.. અને આજરોજ લક્ષ્મીવાસ ગામમાં રાત્રિ સભા નું આયોજન હોય કેમ્પ ની મુલાકાત માનનીય કલેક્ટર સાહેબશ્રી અને માનનીય ડી.ડી.ઓ સાહેબશ્રી દ્વારા કરવામાં આવી હતી .. અને રાત્રી સભા માં કલેક્ટર સાહેબશ્રી દ્વારા કેમ્પ કામગીરી ને બિરદાવવામાં આવી હતી.. આ તકે એ.ડી.એચ ઓ. શ્રી ડો.સોલંકી સાહેબ તેમજ માળીયા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. બાવરવા સાહેબ ,જિલ્લા સુપર વાઇઝરશ્રી સંઘાણીભાઈ , ગાંભવા ભાઈ હાજર રહ્યા હતા.અને પ્રા.આ કેન્દ્ર વવાણીયા ની ટીમ દ્વારા આ કેમ્પ ને સફળ બનાવવા માટે જહેમત ઉઠવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI NEWS: માળીયા (મી) ના ઝાઝાસર ગામ નજીકથી ઇન્ડસ્ટ્રીયલ ઓઇલનો જથ્થો ઝડપી પાડતી માળીયા પોલીસ*

editor

ડીસા જલારામ મંદિર ખાતે જલારામ જન્મ જયંતી સાદગી પૂર્વક ઉજવવામાં આવશે

Hello Morbi

*મોરબી જિલ્લા પંચાયતનો ઈ-લોકર્પણ સમારોહ રદ*

Hello Morbi

Leave a Comment