• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ભારતીય જનતા યુવા મોરચા – વાંકાનેર દ્વારા “#𝐘𝐮𝐯𝐚𝟒𝐍𝐚𝐭𝐮𝐫𝐞” અભિયાન અંતર્ગત પાણીના કુંડા વિતરણ**

*ભારતીય જનતા યુવા મોરચા – વાંકાનેર દ્વારા “#Yuva4Nature” અભિયાન અંતર્ગત પાણીના કુંડા વિતરણ**

મોરબી, તા. 20 માર્ચ 2026

વિશ્વ ચકલી દિવસ નિમિતે ભારતીય જનતા યુવા મોરચા – વાંકાનેરદ્વારા “#Yuva4Nature” અભિયાન અંતર્ગત પ્રકૃતિ સંરક્ષણ માટે પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ પવિત્ર યાત્રાધામ માટેલ ખાતે યોજાયો હતો. આ અભિયાન માત્ર એક કાર્યક્રમ ન રહી, પરંતુ યુવાનોની શક્તિ દ્વારા ઉભું થતું પર્યાવરણ રક્ષણનું જનઆંદોલન બનવા તરફ આગળ વધી રહ્યું છે.

આ પ્રસંગે યુવા મોરચાના કાર્યકર્તાઓએ ચકલી અને અન્ય પક્ષીઓ માટે પાણી કુંડા વિતરણ કરી પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી. સાથે સાથે “એક કાર્યકર્તા – “એક વિસ્તાર – હરિયાળો વિસ્તાર” અને “એક યુવાન – પ્રકૃતિનો રક્ષક” જેવા સંકલ્પો સાથે દરેક કાર્યકર્તાએ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

આ કાર્યક્રમમાં જિલ્લા યુવા ભાજપ મહામંત્રી સુખદેવભાઈ ડાભી, જિલ્લા ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, તાલુકા ભાજપ મહામંત્રી શામજીભાઈ કેરવાડીયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ હરેશભાઈ મદ્રેસાણીયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ઇન્દ્રજીતસિંહ ઝાલા, શહેર યુવા ભાજપ મહામંત્રી નીતેશભાઈ પાટડીયા તેમજ અજયભાઈ વીંજવડીયા, ભરતભાઈ કાંકરેચા, અશ્વિનભાઈ સરાવાડીયા અનિલભાઈ મકવાણાં સહિતના યુવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓને કુંડા લગાવવાની, પાણી મૂકવાની, વૃક્ષારોપણ કરવાની તથા જનજાગૃતિ ફેલાવવાની અપીલ કરવામાં આવી. પ્રદેશથી લઈને બુથ સ્તર સુધી દરેક કાર્યકર્તા આ અભિયાનને સંસ્કારરૂપે સ્વીકારીને જોડાય તે માટે આગ્રહ વ્યક્ત કરવામાં આવ્યો.

આ અભિયાન દ્વારા પ્રકૃતિ સાથે ફરી જોડાવાનું અને પર્યાવરણને જીવંત બનાવવાનું સંદેશ આપવામાં આવ્યો. યુવા મોરચાના નેતાઓએ જણાવ્યું કે, “જ્યાં યુવા ત્યાં શક્તિ, જ્યાં શક્તિ ત્યાં પરિવર્તન” – આ મંત્ર સાથે યુવાનો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સજ્જ છે.

અંતમાં સૌને આહ્વાન કરવામાં આવ્યું કે, પ્રકૃતિ માટે માત્ર વાતો નહીં પરંતુ સક્રિય પગલાં લઈ “#Yuva4Nature” અભિયાનને ઈતિહાસિક બનાવવામાં સહભાગી બનવું જોઈએ. 🌿

Related posts

*HELLO MORBI: આમરણ શાખા બેંક ઓફ બરોડા માં તાત્કાલિકના ધોરણે એગ્રીકલ્ચર ઓફિસર ની નિમણૂક કરવા રજૂઆત*

editor

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિક્રમ સંવતના નૂતન વર્ષમાં અંબાજી માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન કરી શિશ ઝુકાવ્યું

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ ખાતે આગામી તા ૪ નારોજ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

Leave a Comment