
હળવદ ધનશ્યામપુર ગામની સીમમા જાહેર માંથી જુગાર રમતા કુલ-૦૮ ઇસમોને રોકડા રૂપીયા-૧,૦૦,૯૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૧,૦૩,૯૦૦/- સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી,
તા.૦૨/૦૩/૨૦૨૩
શ્રી, અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી નાઓએ આગામી હોળી ધુળેટીનો તહેવાર શાંતી પૂર્ણ કરીતે ઉજવાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે સારૂ મોરબી જીલ્લામાં ગે.કા.રીતે ચાલતી પ્રોહિજુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન એલ.સી.બી, મોરબીના HC ચંદુભાઇ કાણોતરા, PC દશરથસિંહ પરમારને સંયુક્તમાં મળેલ હકીકત આધારે હળવદના ધનશ્યામપુર ગામની સીમ, કાકરકા તરીકે ઓળખાતી સિમમાં કાકરકી તળાવડી પાસે, પ્રવિણભાઇ મધુભાઇની વાડી પાસે જાહેરમાં અમુક ઇસમો ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી છે જે હકિકત આધારે રેઇડ કરતા કુલ-૦૮ ઇસમો જુગાર રમતા પકડી પાડી નીચેની વિગતેનો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧. પ્રવિણભાઇ ઉર્ફે પિટર લીંબાભાઇ કલોતરા રહે. હળવદ
૨. હિતેષગીરી નરભેગીરી ગૌસ્વામી રહે.હળવદ
૩. અજયભાઇ પરબતભાઇ કલોતરા રહે, હળવદ
૪. પ્રવિણભાઇ ધનજીભાઇ ગોદાવરીયા રહે. હળવદ
૫. પ્રવિણભાઇ ગાંડાભાઇ ચાવડા રહે. જુના ધનળા તા.હળવદ
૬. પ્રવિણભાઇ તળશીભાઇ આદ્રોજા રહે.મોરબી
૭. ભાર્ગવભાઇ લલીતભાઇ અઘારા રહે. અણીયારી તા.જી.મોરબી ૮. પ્રવિણભાઇ વશરામભાઇ રાસળીયા રહે.હળવદ
પકડાયેલ મુદામાલ-
૧. રોકડા રૂ.૧,૦૦,૯૦૦/-, ૨. ગંજીપતાના પાના નંગ-૫૨,૩.મોબાઇલ ફોન નંગ-૦૫ કિ.રૂ.૩,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૦૩,૯૦૦/- નો મુદામાલ કબ્જે કરવામા આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી કે.જે.ચૌહાણ પો.સબ.ઇન્સ. તથા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. * પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

