• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી એમડી સોસાયટી ટંકારા ખાતે સદગુરુ મિત્ર મંડળ ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં 85 દર્દીઓએ લાભ લીધો*

શ્રી એમડી સોસાયટી ટંકારા ખાતે સદગુરુ મિત્ર મંડળ ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં 85 દર્દીઓએ લાભ લીધો

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ દ્વારા

સદગુરુ મિત્ર મંડળ ટંકારા દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની 6 તારીખે ટંકારા ગામ ના શ્રી એમડી સોસાયટી હોલ ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.6-2-2023 સોમવાર ના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા 85 દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત 15 લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવા માં આવશે. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો. બળવંત સાહેબ, રાજેન્દ્રભાઈ ગાવડીય, દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, ચા-પાણી, ટીપા, વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.
આ કેમ્પને સફળ બનાવવા માટે
શ્રી ચંદ્રકાંત કટારીયા (ચનાભાઈ)
શ્રી નિલેશભાઈ પટણી
શ્રી લાલાભાઇ આચાર્ય
શ્રી ગીરીશભાઈ ગાંધી
શ્રી જગદીશભાઈ કુબાવત (જગાભાઈ બાવાજી)
શ્રી ગીતાબેન સરડવા
શ્રી કુવરજી સાહેબ ભાગ્યા તેમજ શ્રી મનસુખભાઈ બોડા દ્વારા જહેમત ઉઠાવી કેમ ને સફળ બનાવવામાં આવ્યો હતો,
85 લોકોએ લાભ લીધો હતો તેમજ 15 લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માં આવશે. દર મહીના ની 6 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.

Related posts

*એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ ગર્લ્સ હાઈસ્કૂલનો 50 વર્ષ મા મંગલ પ્રવેશ*

Hello Morbi

*પડધરીના યુવા પત્રકાર તેમજ પડધરી તાલુકા પ્રેસ- મીડિયા એસોસિએશનના પ્રમુખ ભૌમિક તળપદા નો આજે જન્મદિવસ* 

Hello Morbi

*HELLO MORBI:ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા દ્રારા બનાસકાંઠા જિલ્લા ભાજપ કારોબારીમાં નિયુકત થયેલ ભગવાનભાઈ બંધુનું કરવામાં આવેલ સન્માન*

editor

Leave a Comment