• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ડીસા રઘુવંશી લોહાણા સમાજની યુવા મહિલાનું દુઃખદ અવસાન.સમગ્ર સમાજમાં પ્રસરી ઘેરા આઘાતની લાગણી*

ડીસા રઘુવંશી લોહાણા સમાજની યુવા મહિલાનું દુઃખદ અવસાન.સમગ્ર સમાજમાં પ્રસરી ઘેરા આઘાતની લાગણી
ડીસાનાં અનેક સત્કાર્યોમાં હરહંમેશાં જેમનો પ્રેરણાદાયી સહયોગ હોય છે એવા પોઝીટીવ વિચારસરણીવાળા અશોકભાઈ કાનજીભાઈ ઠક્કર/મજેઠીયા પરિવાર ડીસા પારકર લોહાણા સમાજ તેમજ રઘુવંશી લોહાણા સમાજનું એક આગવું સેવાભાવી પરિવાર છે.આ પરિવારની પુત્રવધુ શ્રીમતી હેતલબેન પ્રિયંકકુમાર ઠક્કરનું કેન્સરની ગંભીર બિમારીથી 31 વર્ષની નાની વયે દુઃખદ અવસાન થતાં ડીસાના રઘુવંશી લોહાણા સમાજ ઉપરાંત સમગ્ર માનવ સમાજમાં પણ ઘેરા આઘાતની લાગણી ફેલાઈ છે.
મધ્યાન્હે સૂર્ય અસ્ત થઈ જાય તે રીતે જ યુવાવયે હેતલબેનનું નિધન થતાં તેમની સ્મશાનયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્નેહીજનો જોડાયા હતા.શાંતિધામ ડીસા ખાતે સદગતની અંતિમવિધિ બાદ હનુમાન ચાલીસા,રામસ્તુતિ કરી તેમના આત્માની ચિરશાંતિ માટે બે મિનિટ મૌન પાળી દિવ્ય પ્રભુ પ્રાર્થના કરવામાં આવી હતી.
સમાજ અગ્રણીઓ સર્વ ભગવાનભાઈ બંધુ,લીલાધરભાઈ આચાર્ય,શાંતિલાલ વકીલ સહિત સૌએ સદગતને શાબ્દિક શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.મજેઠીયા પરિવાર વતી નરેશભાઈ ઉડેચા તેમજ અશોકભાઈ ઠકકરે સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.ડીસાના યુવા ધારાસભ્ય પ્રવિણભાઈ માળીએ પણ શાંતિધામ ખાતે પધારી સૌ પરિવારજનોને સાંત્વના આપી હતી.

Related posts

*HELLO MORBI:સફર સંસ્થા તેમજ મિલન મુસ્કાન વિકાસ સંગઠન દ્વારા માળિયા (મિ.) માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી*

editor

*HELLO MORBI: લાતી પ્લોટ વિસ્તાર માં આવેલ શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટ નામના ગોડાઉનમાં નશાકારક કોડીન યુક્ત સીરપની બોટલો ની જથ્થા સાથે એક ઇસમોને પકડી પાડતી મોરબી સીટી એ ડિવિ. પો.સ્ટે. ટીમ*

editor

*અવસાન નોંધ: બેસણું ટંકારા*

Hello Morbi

Leave a Comment