• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી રામસેવા,સમાજસેવા અને રાષ્ટ્રસેવા થકી આગવી નિજાનંદી તેમજ પ્રેરણાદાયી જીંદગી જીવતા વાંકાનેરના વિનોદરાય પ્રભુલાલ કટારીયા/ઠકકર*

જીવનદર્શન મંગળવાર તારીખ 18-4-2023
શ્રી રામસેવા,સમાજસેવા અને રાષ્ટ્રસેવા થકી આગવી નિજાનંદી તેમજ પ્રેરણાદાયી જીંદગી જીવતા વાંકાનેરના વિનોદરાય પ્રભુલાલ કટારીયા/ઠકકર
દરેક માણસની જીવન જીવવાની રીતભાત અનોખી હોય છે.ધર્મ,સમાજ કે રાષ્ટ્ર માટે કામ કરતા મહાનુભાવો અતિ વંદનીય,અભિનંદનીય,અનુકરણીય,અનુમોદનીય અને સરાહનીય હોય છે.સારૂ કામ કરતા લોકો માટે બે સારા શબ્દો બોલવા,સાંભળવા કે લખવા એ આપણા સૌની નૈતિક ફરજ છે.પિતા પ્રભુલાલ દેવસીભાઈ કટારીયા/ઠકકર અને માતા સરસ્વતીબેનના પરિવારમાં તારીખ 9-9-1963 ના રોજ વાંકાનેર ખાતે જન્મેલા અને હાલમાં પણ વાંકાનેર ખાતે જ રહેતા ખૂબ જ તરવરીયા,થનગનાટ ધરાવતા વિનોદરાય/વિનુભાઈ કટારીયા એક અગ્રિમ કક્ષાના સર્વોતમ ધર્મસેવક,સમાજસેવક તેમજ રાષ્ટ્રસેવક છે.તેમનું પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાં થયું.એફ.વાય.બી.કોમ.સુધીનો અભ્યાસ તેમણે વાંકાનેર કોલેજમાં જ કર્યો.તેમના પિતાજી નાનીમોટી કામગીરી કરી પરિવારનો નિભાવ કરતા.વિનુભાઈના શબ્દોમાં કહીએ તો તેમના પરિવારે આગળ વધવા ખૂબ જ મજૂરી-મહેનત કરી છે.તેમના પરિવાર ઉપર સાક્ષાત પરમાત્મા જ કહી શકાય તેવા તેમના માતાપિતાના અખૂટ,અમાપ,અસીમ,અનરાધાર આશીર્વાદ છે. હાલોલ નિવાસી સાચા સગા એવા તેમના માસા રતિલાલ ઠકકરના સહકારથી 1981 માં જંતુનાશક દવાઓ તેમજ બિયારણની દુકાન વાંકાનેરમાં તેમના પરિવારે શરૂ કરી.તેઓ તેમજ તેમના પિતાજી આ દુકાન સંભાળતા અને પરમાત્માનો રાજીપો થતાં ધીરે ધીરે સારી પ્રગતિ થઈ. તેમના મોટાભાઈ ભૂપેન્દ્રભાઈ તેમજ ત્રણેય બહેનો ઉષાબેન (અમદાવાદ),ગીતાબેન (જામનગર) તેમજ ભાવનાબેન (રાજકોટ) એમના જીવનમાં સારી રીતે સેટ થયેલ છે.
સેવા,કર્મઠતા,નીડરતા,નિસ્વાર્થતા,નિખાલસતા,નિષ્ઠા,જાગૃતતા,સકારાત્મકતા,સક્રિયતા જેવા સદગુણો તેમજ મૂળભૂત સર્વોતમ સંસ્કારોને લીધે નાનપણથી જ તેમને ધાર્મિક,સામાજીક,રાજકીય,સેવાકીય જવાબદારીઓ મળતી રહી છે.આ જવાબદારીઓ તેમણે સહર્ષ નિભાવી સફળતા અને પ્રતિષ્ઠા મેળવી છે.1987 થી 1991 સુધી તેઓ વાંકાનેર તાલુકા યુવા ભાજપના પ્રમુખ હતા.ભાજપની સ્થાપના થઈ ત્યારથી જ સમગ્ર ગુજરાતનો મોટાભાગનો રઘુવંશી લોહાણા સમાજ ભાજપની પડખે અડગ અને અડીખમ રહ્યો છે જેમાં વાંકાનેર લોહાણા સમાજ પણ અગ્રેસર છે.વિનુભાઈ કટારીયા ભાજપના અદના સેવક,કાર્યકર,આગેવાન તેમજ વફાદાર સૈનિક છે.વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ તરીકે તેમણે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી છે.2011થી 2015 સુધી રાજકોટ જિલ્લા ભાજપના તેઓ મંત્રી રહ્યા હતા.1998 થી 2002 સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન તરીકે તેમણે જવાબદારી નિભાવી હતી.અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે બોડેલી/અમદાવાદના વતની રસિકલાલ હાલાણી હતા ત્યારે 1998 થી 2002 સુધી વિનુભાઈએ અખિલ ગુજરાત લોહાણા સમાજની યુવા પાંખના ચેરમેન તરીકે ખૂબ જ મહત્ત્વની સફળ જવાબદારી નિભાવી હતી.માનનીય કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે અરસામાં પૂજ્ય જલારામ બાપાની 200 મી જન્મજયંતિ સમગ્ર ગુજરાતમાં અખિલ ગુજરાત લોહાણા સમાજ માર્ગદર્શનથી સૌ મહાજનો દ્રારા રંગેચંગે ઉજવવામાં આવી હતી.એ વર્ષે ગુજરાત સરકારે જલારામ જન્મજયંતિની રજા જાહેર કરી હતી.રાજકોટમાં તમામ રઘુવંશી લોહાણાઓનો આ નિમિતે નાત જમણવાર હતો તેમાં મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિનુભાઈની મહત્વની ભૂમિકા હતી.સૌરાષ્ટ્ર રઘુવંશી સેનાના આધસ્થાપક અને ખૂબ જ દીર્ઘદષ્ટા બહાદુર આગેવાન સદગત રસિકભાઈ અનડકટની ટીમમાં હાલના વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ વિનુભાઈ કટારીયા સામેલ હતા. વિનુભાઈ વર્ષ 2000 થી નરેન્દ્રભાઈ મોદી,કેશુભાઈ પટેલ તેમજ વિજયભાઈ રૂપાણીના વિશેષ સંપર્કમાં આવ્યા હતા.પૂજ્ય જલારામ બાપાની 200 મી જન્મજયંતિ નિમિતે સમગ્ર ગુજરાતમાં રથયાત્રા ફરેલ તેનો પ્રારંભ અંધ અપંગ ગૌશાળા વાંકાનેરથી થયેલ.આ આયોજનમાં વિનુભાઈની મહત્વની ભૂમિકા હતી.આ ગૌશાળામાં હાલે 800 ગૌમાતાઓ છે જેમાં વિનુભાઈનો સહકાર હોય છે. વાંકાનેર આનંદ આશ્રમ કે જ્યાં પૂજ્ય રણછોડદાસજી બાપુનું મંદિર છે તેમજ ત્યાં દર રવિવારે ભોજન ભંડારો અને દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ થાય છે તેમાં પણ વિનુભાઈ સંકળાયેલ છે.તેઓ વાંકાનેરની અનેક સંસ્થાઓ સાથે હોદાકીય કે બિનહોદાકીય રીતે ઘનિષ્ઠપણે સંકળાયેલા છે.વાંકાનેર નગરપાલિકામાં ભાજપ ના જીતે શકે તેવા વોર્ડમાં પાર્ટીનો આદેશ શિરોમાન્ય રાખી તેઓ બે વખત ચૂંટણી લડયા અને સ્વમાનભેર હાર્યા હતા.વાંકાનેર વિસ્તારમાં ભાજપનો પાયો મજબૂત કરવામાં તેમની મહત્વની ભૂમિકા છે.વિધાનસભામાં કાયમ માટે કોંગ્રેસની જ ગણાતી વાંકાનેરની સીટ ઉપર એક વખત ભાજપમાંથી જ્યોત્સ્નાબેન સોમાણી/ઠકકર તેમજ હાલમાં જીતુભાઈ સોમાણી ધારાસભ્ય તરીકે જીતેલ છે.આ જીતમાં પણ વિનુભાઈ કટારીયા જેવા ભાજપના અનેક કાર્યકરો/સૈનિકોની મહેનત,નિષ્ઠા, સમર્થન અને સમર્પણ છે.પૂજ્ય હરિચરણદાસજી બાપુ ગોંડલવાળામાં અપાર શ્રધ્ધા ધરાવતા વિનુભાઈ સાચા અર્થમાં તો તેમના માબાપને જ ગુરૂ,સદગુરૂ,પથદર્શક કે માર્ગદર્શક માને છે.સામાજીક,રાજકીય તેમજ સેવાકીય સત્કાર્યોમાં તેમના માર્ગદર્શક તરીકે સૌરાષ્ટ્રના સાવજ તરીકે ઓળખતા ખૂબ જ બહાદુર એવા સદગત રસિકભાઈ અનડકટ રહ્યા છે.અનેક સત્કાર્યો સાથે સંકળાયેલ અને હાલે વાંકાનેર/જાલીડા ખાતે નિર્માણ થનાર શ્રી રામધામમાં ખૂબ જ સક્રિય એવા વિનુભાઈ કટારિયાને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર 9825224633 છે.
ગુજરાતમાં તેઓ ખૂબ જ ફર્યા છે.ગુજરાતમાં તેમને પાવાગઢ અને વીરપુર વધારે ગમે છે.પોતાની કાર દ્રારા જ સેલ્ફ ડ્રાઇવિંગ કરી તેમણે અડધા ભારતનું ભ્રમણ કર્યું છે.આ બધામાં તેમને વૈષ્ણવોદેવી મંદિર-જમ્મુ કાશ્મીર તેમજ તીરૂપતી બાલાજી મંદિર વધારે ગમેલ છે.વિદેશમાં તેઓ કેનેડા ગયેલ છે અને તેની રાજધાની ઓટાવા સીટી તેમને વધારે ગમે છે.તેમની બેઉ દીકરીઓ ખ્યાતિબેન(ઓટાવા) તેમજ ખુશ્બુબેન (ટોરેન્ટો) કેનેડા ખાતે રહે છે.તેમના એક જમાઈ રાજકુમાર કેનેડામાં જોબ કરે છે.તેમનાં ધર્મપત્ની શ્રીમતી પ્રતિભાબેને બી.કોમ.કરેલ છે તેમજ આદર્શ ગૃહિણી છે.વાંકાનેર-જાલીડા ખાતે ઉચ્ચ પ્રતિભા ધરાવતા મક્કમ મનોબળના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ અન્ય ટ્રસ્ટીઓની મહામહેનતથી નિર્માણ પામનાર શ્રી રામધામના સત્કાર્યમાં વિનુભાઈ સંપૂર્ણ સમર્પિત છે.ભવિષ્યમાં રામધામ કાર્યમાં સક્રિય રહી ધર્મસેવા,સમાજસેવા અને રાષ્ટ્રસેવા કરવાની તેમની ખેવના અને ભાવના છે.તેમને વાંચનનો શોખ છે.સ્વામી વિવેકાનંદ અને ઓશો રજનીશનાં પુસ્તકો વાંચવાં તેમને ગમે છે.વાંકાનેર,ચોટીલા,રાજકોટ,જામનગર,ભાવનગર,સુરેન્દ્રનગર,મોરબી,જૂનાગઢ,અમરેલી,તલાલા,ગીરગઢડા,જસદણ,જેતપુર સહિત સૌરાષ્ટ્રનાં વિવિધ સ્થળોએ મારા ઘણા મિત્રો અને પરિચિતો છે.વિનુભાઈ કટારીયા સાથે મારે 1998 થી સંપર્ક અને મિત્રતા છે.ખૂબ જ સક્રિય સમાજસેવક,રામસેવક,રાષ્ટ્રસેવક એવા વિનુભાઈ કટારીયાને આજે જીવનદર્શન લેખ મારફત આપ સૌ સમક્ષ રજૂ કરતાં હું ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.તેઓ એક સારા આયોજક,સંચાલક,સંયોજક,સંગઠક,પ્રચારક,સેવક,પ્રસારક અને ઉદઘોષક છે.જીંદગીમાં શક્ય તેટલાં વધારે સારાં કામો કરવાં અને કોઈનેય નડવું નહીં એ તેમના જીવનનો મહત્વનો સિદ્ધાંત છે.અંદાજે રૂપિયા 100 કરોડના ખર્ચે નિર્માણ પામનાર શ્રી રામધામ આગામી પાંચ સાત વર્ષમાં પૂર્ણ થઈ જશે તેવું તેઓ માને છે.હાલમાં તેઓ કપાસિયા ખોળના બ્રોકર તરીકે કામકાજ કરે છે તેમજ ઓલ ગુજરાત કોટન સીડ બ્રોકર એસોસિએશનના પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી નિભાવે છે.શ્રી રામ જન્મભૂમિ મુકિત આંદોલન વખતે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમજ અનેક આગેવાનોની ધરપકડ કરવામાં આવેલ ત્યારે આ બધાને મુકત કરાવવા એ સમયે આંદોલનકારીઓએ રાજકોટ એરપોર્ટને બાનમાં લેતાં રસિકભાઈ અનડકટ તેમજ વિનુભાઈ કટારીયાની પણ ધરપકડ કરવામાં આવી હતી.એક જાગૃત,કર્મઠ તેમજ સાચા લોકસેવક,સમાજસેવક અને રાષ્ટ્રસેવક એવા વિનુભાઈ કટારીયાને કોટિ કોટિ વંદન..અભિનંદન તેમજ અઢળક શુભેચ્છાઓ. તેઓ નિરામય દીર્ઘાયુ સાથે રામધામ નિર્માણ તેમજ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં વિશેષ સક્રિય રહી રઘુવંશી લોહાણા સમાજ તેમજ વાંકાનેર શહેરનું નામ વધારે ઉજ્જવલ કરે તેવી પરમપિતાને પ્રાર્થના..
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
બી.એ.,બી.એસ.સી.,એલ.એલ.બી.
ડીસા
મોબાઇલ:9825638643

 

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્ગત ની ૫૦ મી પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી પરિવાર ના મોભી ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો જારીયા પરિવાર*

Hello Morbi

*મોરબી ભાજપ દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ નિમિતે રોપાઓનું વિતરણ*

Hello Morbi

*મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહીદ દિવસ નિમિતે ભગતસિંહ ની પ્રતિમાને ફૂલહાર કરી વિરાંજલી અર્પણ કરાઇ*

Hello Morbi

Leave a Comment