• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ગૌરવ ; કચ્છના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી ધનરાજભાઈ ગઢવીનું સન્માન કરાયું*

ગૌરવ ; કચ્છના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી ધનરાજભાઈ ગઢવીનું સન્માન કરાયું

તાજેતરમાં ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિધાપીઠ દ્વારા કચ્છના મુન્દ્રા તાલુકાના વવાર ગામના ગૌરવવંતા કલાકાર જેઓ કલા, સાહિત્ય ક્ષેત્રે આગવું નામ ધરાવે છે. અનેક સુપ્રસિદ્ધ કલાકારોશ્રી રાજભા ગઢવી, દેવાયત ખવડ, ગીતાબેન રબારી, જિગ્નેશ બારોટ વગેરે નામી અનામી કલાકારો સાથે પણ જેઓએ કાર્યક્રમ કરેલ છે. GTPL ડાયરો ચેનલ ઉપર ર એપીસોડ પણ તેમણે આપેલ છે, તેમણે ૨૦૦ થી પણ વધુ સ્ટેજ કાર્યક્રમ આપેલ છે. ગુજરાતનું લોક સાહિત્ય અને સંતવાણી કે જેમણે આ પવિત્ર સંસ્કાર સરવાણીને લોકહૃદયમાં વહેતી રાખવામાં ખૂબ ઉપાસના કરી છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના વવાર ગામથી આવતા ધનરાજભાઈ આજે ગુજરાતના લોકસાહિત્ય રસિકોના રદયમાં પોતાની સાહિત્યની આગવી શૈલી થી આગવું સ્થાન મેળવ્યું છે આજની યુવાપેઢીને પરંપરા અને સંસ્કૃતિ સભર સાહિત્યનું ખુબ સારી રીતે રસપાન કરાવી રહ્યા છે એવા સુપ્રસિદ્ધ લોક સાહિત્યકારશ્રી ધનરાજભાઈ ગઢવીને સન્માનપત્ર સહ સન્માન કરવામાં આવ્યું સંસ્થાના અધ્યક્ષશ્રી (B.Ed. In Music) કમલેશ આર. બથીયા તથા સંસ્થા સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.

Related posts

*HELLO MORBI NEWS:ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમ વામજા આજે જન્મદિવસ*

editor

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજયના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય*

Hello Morbi

*જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલાચડી પ્રાથમિક શાળાનું ગૌરવ*

Hello Morbi

Leave a Comment