• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઉતરાયણના પવિત્ર દિવસે જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા પ્રેરણાદાયી ગૌસેવા દાન*

છેલ્લા સાડા ત્રણ વર્ષથી પૂજ્ય જલારામ બાપાના ભજનોના માધ્યમથી સર્વોતમ ગૌસેવા કરતા જલારામ સત્સંગ મંડળના સેવકોએ ઉતરાયણના પરમ પવિત્ર દિવસે જલીયાણ ગૌશાળા ડીસાની મુલાકાત લઈ ગૌદર્શન, ગૌપૂજન કરી છેલ્લા અગીયાર ગુરૂવાર દરમિયાન એકત્રિત થયેલ રૂપિયા 1,46,000(એક લાખ છેતાલીસ હજાર) ગૌસેવા દાન પેટે અર્પણ કરી રાજીપો અનુભવ્યો હતો.

આ અવસરે જલારામ સત્સંગ મંડળ ડીસાના સર્વ ભગવાનભાઈ બંધુ,મહેશભાઈ ઉડેચા,દિનેશભાઈ ચોક્સી,આનંદભાઈ પી.ઠક્કર, નટુભાઈ લીંબાચીયા,નવીનભાઈ પ્રજાપતિ,આત્મારામભાઈ ઓઢાવાળા,તારાચંદભાઈ મજેઠીયા,સંજયભાઈ બારોટ, કનુભાઈ તૃપ્તિવાળા,દેવચંદભાઈ એન.ઠકકર, જ્યોતિબેન, શિલ્પાબેન,પૂજાબેન, ભારતીબેન,દીલીપભાઈ રતાણી,કમલેશભાઈ રાચ્છ,કલ્પેશભાઈ તેમજ જલીયાણ ગૌશાળાના ભરતભાઈ ઠકકર, આર.ડી.ઠકકર સહિત સૌ સેવકો ખાસ હાજર રહ્યા હતા.

નાસ્તાનો ખર્ચ જલારામ સેવક જયંતિભાઈ પટેલે ભોગવ્યો હતો જ્યારે અંદાજે 60 જેટલી ગૌમાતાની ભેટ અપાયેલ મૂર્તિઓનો ખર્ચ પણ ચારેક જલારામ ભકતોએ ભોગવ્યો હતો.ગૌદર્શન, ગૌપૂજન અને ગૌસેવાના માધ્યમથી સૌએ અત્યંત આનંદ મેળવી રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related posts

*મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગ્યો ના આત્માને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરાય*

Hello Morbi

GOLD RATE TODAY: આજે ફરી ઘડ્યા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત

Hello Morbi

*HELLO MORBI:પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ ડીટેઇન કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

Leave a Comment