• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ગીજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ મેળવી મોરબીનું ગૌરવ વધારતા અશોકકુમાર કાંજીયા*

*ગીજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ મેળવી મોરબીનું ગૌરવ વધારતા અશોકકુમાર કાંજીયા*

સ્કૂલ એકેડેમી કેરાલા અને ટીમ મંથન ગુજરાત દ્વારા દર વર્ષે સમગ્ર ભારતમાંથી શિક્ષણક્ષેત્રે નાવીન્યપૂર્ણ કામ કરતા, ઇનોવેટીવ તેમજ અનેક વિવિધ પ્રકારની અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરતા અને બાળકોના વિકાસ માટે સતત કાર્યરત શિક્ષકોની પસંદગી કરી “ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન” એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વર્ષ – 2022/23 માટે આ એવોર્ડ સન્માન કાર્યક્રમ ગોગાઢાણી પ્રાથમિક શાળા (બનાસકાંઠા- ગુજરાત) ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા સમગ્ર ભારતમાંથી 110 જેટલા શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાંથી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના ઇનોવેટીવ શિક્ષક અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયાની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

મોરબી તાલુકાના ખાખરાળાના વતની અને હાલ નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયા કે જેઓ છેલ્લા 18 વર્ષથી શિક્ષણક્ષેત્રે કાર્યરત છે જેમણે કોરોના સમયે બાળકો ઓનલાઇન શિક્ષણની સાથે સાથે જાતે જ સ્વમૂલ્યાંકન કરી શકે એ માટે ધોરણ – 3 થી 8 ના અભ્યાસક્રમ – આધારિત નિયમિત રીતે ઓનલાઇન ટેસ્ટ બનાવેલ હતી, જે મોરબી જિલ્લા ઉપરાંત ગુજરાતનાં 24 જિલ્લાના બાળકો ટેસ્ટ આપી પોતાનું સ્વમૂલ્યાંકન કરતા હતા. આ ઉપરાંત દર વર્ષે ગણિત વિજ્ઞાન પ્રદર્શન, એજ્યુકેશન ઇનોવેશનમાં ભાગીદારી, બાળમેળા, વિષયવસ્તુ નિર્માણ, પ્રવૃત્તિમય શિક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, રમતગમત, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, GIET આયોજીત ગ્રીષ્મોત્સવ અને ચિત્રસ્પર્ધા વગેરે શૈક્ષણિક કાર્યમાં વિશેષ સમય ફાળવી બાળકોને ઉત્સાહપૂર્વક તૈયારી કરાવેલ. તેમજ બાળકોમાં જીવન મૂલ્યોનો વિકાસ થાય એ માટે મૂલ્યલક્ષી શિક્ષણને સવિશેષ મહત્વ આપવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષણની સાથે સાથે હંમેશા સેવાકીય કાર્યોમાં પણ જોડાયેલ રહે છે. શિક્ષણ ક્ષેત્રે તેઓ આ અગાઉ પણ જુદા જુદા ઘણા એવોર્ડ અને સન્માન મેળવી ચુક્યા છે. અશોકકુમાર કાંજીયાએ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મેળવી પોતાની શાળા, ગામ અને મોરબી જિલ્લાનું શિક્ષણક્ષેત્રે ગૌરવ વધાર્યું છે.

Related posts

*ટંકારા તાલુકાના સજનપર ગામ ખાતે બાપા સીતારામ મઢુલી ગ્રુપ દ્વારા ૭ વર્ષથી પદયાત્રીઓ માટે કેમ્પ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ*

editor

*HELLO MORBI: ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ઉત્સાહભેર આવકાર*

editor

Leave a Comment