• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકા વિસ્તારમાંથી ઉદ્યોગકારનુ અપહરણ કરી ખંડણીના પૈસા વસુલી કરનાર ઇસમોનુ પગેરૂ દબવી મધ્યપ્રદેશ રાજયમાંથી પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકા વિસ્તારમાંથી ઉદ્યોગકારનુ અપહરણ કરી ખંડણીના પૈસા વસુલી કરનાર ઇસમોનુ પગેરૂ દબવી મધ્યપ્રદેશ રાજયમાંથી પકડી પાડતી મોરબી
તાલુકા પોલીસ.
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન 3ઠળ મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અનડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

મોરબી તાલુકાના ઘુંટુ ગામથી તળાવીયા શનાળા તરફ જતા રસ્તા ઉપરથી કારખાનેદારનુ અપહરણ કરી અપહરણ કર્તાને છોડાવવાના રૂ.૫,૦૦,૦૦૦/- ખંડણી વસુલી આરોપીઓ ઇકો કાર લઇ મધ્યપ્રદેશ રાજયમાં નાસી ગયેલ હોય જે બનાવ બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એ-પાર્ટ ગુ.ર.નં.૦૭૯૩/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૬૪(૬), ૧૧૪ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય જે ગુનાના બનેલ ગંભીર બનાવ અંગે પોલીસ ઇન્સ્પેકટરશ્રી

કે એ વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી સી.સી.ટી.વી ફુટેજ તથા હ્યુમન સોર્સીસથી આરોપીઓનો રૂટ ચકાસતા આરોપીઓ ઇકો કાર લઇ મધ્યપ્રદેશ તરફ ગયેલ હોવાની મળેલ હકીકત આધારે તાત્કાલીક એક ટીમ મધ્યપ્રદેશ ખાતે તપાસમાં રવાના કરતા મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લાના મનાવર તાલુકાના સરસગાંવ ગામેથી સદરહુ બનાવને અંજામ આપનાર ત્રણ ઇસમો તથા ખંડણી પેટે મેળવેલ રૂ.૨,૧૬,૦૦૦/- તથા બનાવમાં ઉપયોગમાં લીધેલ ઇકો કાર સહિતનો મુદ્દામાલ શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. અને આ કામેની તપાસ પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા નાઓ ચલાવી રહેલ છે.
અટક કરેલ આરોપી —
1. રોહિતકુમાર ઉર્ફે રાજકુમાર નાનુરામ મંડલોઇ ઉ.વ.૨૩, રહે. છોટા ભવાનીયા, તા.ધરમપુર, જી.ધાર, મધ્યપ્રદેશ
2. જયંતકુમાર હરીહર બહેરા ઉ.વ.૩૦, રહે. સોમનાથપુર, તા.રેમુના, જી.બાલેશોર, ઓરીસ્સા,
૩. તપનકુમાર ઉર્ફે મનોજ હરીહર બહેસ ઉ.વ.૨૭, રહે. સોમનાથપુર, તા.રેમુના, જી.બાલેશોર, ઓરીસ્સા.
અટક કરવાના બાકી આરોપી
1. પવન ખુમસીંગ નરગેસ રહે. સરસગાંવ, તા.મનાવર, જી ધાર, મધ્યપ્રદેશ 2. રાજેશ ગજાનંદ નરગાંવે રહે. ભુવાનીયા ખુર્દ, તા.ધરમપુરી, જી.ધાર, મધ્યપ્રદેશ,
કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૨,૧૬,૦૦૦/- તથા મારૂતિ ઇકો કાર રજી,ને MP-09-7C-2778 કિં.રૂ.૨,૦૦,000/- મળી કુલ કિં.રૂ.૪,૧૬,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ — પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા તથા પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા તથા એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા પોલીસ કોન્સ ફતેસંગ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલ તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા કેતનભાઇ અજાણા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા કુલદિપભાઇ કાનગડ તથા દેવશીભાઇ મોરી તથા હરપાલસિંહ ઝાલા નાઓ દ્વારા સદરહુ કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI: બિપરજોય વાવાઝોડાના પગલે મોરબી જિલ્લા માં કોઈ જાનહાની થઈ નથી; મોરબી જિલ્લા વહિવટી તંત્રની ત્રિસ્તરીયવ્યવસ્થા માટે અભિનંદનમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ*

editor

*ડીસા ખાતે અખિલ ભારતીય સાહિત્ય પરિષદની યોજાઈ બેઠક*

Hello Morbi

*જામનગર ના જામ વંથલી મોટીણુગર ના પી એચ સી ખાતે કોરોના વેક્સિન લેવા લોકોને માહિત ગાર કરિયા*

Hello Morbi

Leave a Comment