• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ભાભરના જલારામ ભકત શૈલેષભાઈ મોચીનું શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા કરવામાં આવેલ સન્માન*

ભાભરના જલારામ ભકત શૈલેષભાઈ મોચીનું શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા કરવામાં આવેલ સન્માન
બનાસકાંઠાના પ્રખ્યાત વેપારી મથક ભાભર ખાતે અનેકવિધ સેવાકીય તેમજ ધાર્મિક પ્રવૃતિઓ નિરંતર ચાલતી હોય છે.ભાભરના પરમ જલારામ ભકત શ્રી શૈલેષભાઈ મોચી દ્રારા છેલ્લા પાંચ વર્ષથી દર ગુરૂવારે સાંજે નિયમિત રીતે ખીચડી-કઢીના પ્રસાદનું આયોજન કરવામાં આવે છે જેનો લાભ અનેકજનો સુધી પહોંચે છે.
ભાભરના અનેક જલારામ ભકતો તેમને સહકાર આપે છે.શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા દર ગુરૂવારે રાત્રે પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય છે.ગત ગુરૂવારે જલારામ ભકત શૈલેષભાઈ મોચી ડીસા ખાતે ભજનમાં પધાર્યા હતા.જલારામ સત્સંગ મંડળના જલારામ ભકતો સર્વ યશવંત શાસ્ત્રીજી મહારાજ,કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,તારાચંદભાઈ ડી. મજેઠીયા,કમલેશભાઈ રાચ્છ,આનંદભાઈ પી.ઠકકર,મહેશભાઈ ઉડેચા,દિનેશભાઈ ચોક્સી,ડો.જગદીશભાઈ ઠકકર,દીલીપભાઈ રતાણી,નવીનભાઈ પ્રજાપતિ,નટુભાઈ લીંબાચીયા,આત્મારામભાઈ ઓઢાવાળા,કમલેશભાઈ ભોજરાજભાઈ ઠકકર,વિનોદભાઈ આચાર્ય,કલ્પેશભાઈ ઠકકર-લાલાભાઈ,પ્રદીપભાઈ જે.પટેલ,સુભાષભાઈ ઠકકર,વિષ્ણુભાઈ ચતુરલાલ ઠકકર,નવીનભાઈ રામજીભાઈ ઠકકર સહિત સૌએ સાથે મળી તેમનું સાલ ઓઢાડી સન્માન કરી અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી.તેમની સેવાકીય કામગીરીથી પ્રભાવિત થઈ સૌ જલારામ ભકતોએ સાથે મળી જલારામ સદાવ્રતના નિભાવ માટે રૂપિયા 55000/-(પંચાવન હજાર) નો સહયોગ અર્પણ કર્યો હતો.એકલા હાથે સૌને સાથે રાખી સતત મહેનત કરી પૂજ્ય જલારામ બાપાની સેવાકીય કામગીરીને આગળ ધપાવતા શૈલેષભાઈ મોચીની ધાર્મિક કામગીરીની સૌએ જબરજસ્ત પ્રશંસા કરી હતી.શૈલેષભાઈએ તેમના સન્માન તેમજ આર્થિક સહયોગ બદલ સૌનો આભાર માની અનહદ રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને ગંજીપતાના પાના તથા રોકડ રકમ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:માળીયા તાલુકા વિસ્તારમાં એક ઇસમે બીજાના પરવાનાવાળુ હથીયાર ધારણ કરી ઇન્સ્ટાગ્રામમાં હથિયાર વાળા વિડીયો/ફોટા પોસ્ટ કરી સમાજમાં ભય ઉભો કરી શીન જમાવનાર તથા હથીયાર પરવાના ધારક એમ બંન્ને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહિ કરતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*HELLO MORBI NEWS:મોરબી ના કાન્તિ નગર ના અહાન આસીફભાઈ પલેજા એ ૭ વર્ષની ઉંમરમાં પ્રથમ રોજુ કર્યું*

editor

Leave a Comment