• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને ગંજીપતાના પાના તથા રોકડ રકમ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ*

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને ગંજીપતાના પાના તથા કુલ રોકડ રૂપીયા ૧૦,૨૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ
પોલીસ મહાનીરીક્ષકશ્રી રાજકોટ વિભાગ,રાજકોટ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબનાઓના તરફથી જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ વધુમાં વધુ પ્રોહી.જુગારના કેસો શોધી કાઢવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે વાંકાનેર સી.પી.આઇ.શ્રી, વી.પી.ગોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ સબ ઇન્સ.બી.પી.સોનારા તથા વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય નાઇટ રાઉન્ડ દરમ્યાન પોલીસ કોન્સ. સંજયસિંહ જાડેજા નાઓને મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે જયદેવ ચોકમાં જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતિ જુગાર રમતા ઇસમો સાત ઇસમોને રોકડ રૂ.૧૦,૨૩૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજી. કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ
(૧) મુકેશભાઇ રઘાભાઇ કોબીયા જાતે કોળી ઉવ.૪૪ (ર) મુકેશભાઇ બચુભાઇ જોગરાજીયા જાતે કોળી ઉવ.૪૭ (૩) વિજયભાઇ રાજુભાઇ કોબીયા જાતે કોળી ઉવ.ર૮ (૪) શૈલેષભાઇ ધીરૂભાઇ કોબીયા જાતે કોળી ઉવ.૩૦ (૫) સાગરભાઇ શામજીભાઇ મકવાણા જાતે કોળી ઉવ.ર૩ (૬) આંબાભાઇ ઉર્ફે હકા કાકા મેહુલભાઇ કોબીયા જાતે કોળી ઉવ.૪૦ (૭) સંજયભાઇ કરશનભાઇ જોગરાજીયા જાતે કોળી ઉવ.ર૯ રહે.બધા કોઠારીયા ગામ તા.વાંકાનેર જી.મોરબી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
આ કામગીરીમાં અમો પો.સબ.ઇન્સ.બી.પી.સોનારા તથા સર્વેલન્સ ટીમના પો.હેડ કોન્સ.મયુરધ્વજસિંહ જાડેજા તથા એ.એસ.આઇ.ચમનભાઇ ચાવડા તથા પો.કોન્સ.હરીચંદ્રસિંહ ઝાલા તથા સંજયસિંહ જાડેજા તથા રવીભાઇ કલોત્રા તથા વિજયભાઇ ડાંગર તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારાના જબલપુર-હીરાપર રોડ, પરથી ઇકો કારમાંથી દેશી દારૂનો જથ્થો પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી મા હજરત રોયલા પીર (ર.અ.) ના ઉર્ષ મુબારક ની તડામાર તૈયારીઓ મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગન*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લાના શેરીઓમાં રહેતા બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ*

editor

Leave a Comment