• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી સીરામીક એસોસીએશન હોલ ખાતે સિપીસીબી અને સિરામિક ઉદ્યોગકારો ના સંયુકત ઉપક્રમે સેમિનાર યોજાયો*

આજ રોજ તા. ૧૨.૦૫.૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મોરબી સીરામીક એસોસીએશન હોલ ખાતે સીપીસીબીના મદદનીશ નિયામક શ્રી અમિત ઠક્કર સાહેબ તથા જીપીસીબી પ્રાદેશીક કચેરી – મોરબીના ઈન્ચાર્જ પ્રાદેશિક અધિકારી શ્રી એમ. એન. સોની સાહેબ તથા મદદનીશ પર્યાવરણ ઈજનેર શ્રી એમ.એમ.ખીમસુરીયા તથા મોરબી સીરામીક એસોસીએશનના સયુંક્ત ઉપક્રમે Mission LiFE – Life Style For Environment વિષય પર સેમીનાર યોજવામાં આવેલ જેમાં ઉપસ્થિત સીરામીક ઉધ્યોગકારોને અધિકારીઓ દ્વારા વેસ્ટ રીડકશન તથા રીયુઝ / રીસાઈકલ કરવા માટે માહીતગાર કરવામાં આવેલ અંને Mission LiFE અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવેલ. વધુમાં સીરામીક એસોસીએશન દ્રારા જણાવવામાં આવેલ કે અગાઉ ના વર્ષોમાં જે સીરામીક એકમ ની ઉત્પાદન કરવાની જે પધ્ધતિ હતી તે હવેના સમયમાં ફેરફાર કરીને નવી અત્યાધુનીક ટેકનોલોજી વાળા પ્લાન્ટ મશીનરી પ્રસ્થાપિત કરીને ઉત્પાદન કરવામાં આવે છે અને વધુમાં જણાવેલ કે હાલમાં સીરામીક એકમમાંથી ઉદભવતુ ગંદુ પાણીને સેટલીંગ કર્યાબાદ ફરીથી પ્રોસેસમાં સંપુર્ણ રીયુજ કરવામાં આવે છે અને ઈટીપી વેસ્ટને પણ સંપુર્ણ રીયુઝ કરવામાં આવે છે.

Related posts

*ચકમપર-જીવાપર વચ્ચે ઘોડાધ્રોઇ નદીમાં બ્રિજનું કામ તાકીદે શરુ કરવાની માંગ*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર ભગવાન શ્રી પરશુરામ દાદા નાં જન્મોત્સવ નિમિતે નીકળેલ ભવ્ય શોભાયાત્રા માં કોમી એકતાના દર્શન થયા*

editor

*જગતિયાં માં જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી ૯ તથા રોકડ રકમ ૫૨૩૮૦ સાથે પકડી પાડી કોડીનાર પોલીસ ટીમ*

Hello Morbi

Leave a Comment