
ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી
મોરબી તાલુકા પોલીસ
મ્હે. પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓ તેમજ નાયબ પોલીસ અધીક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. દિનેશભાઇ હનાભાઇ તથા અજીતસિંહ લક્ષ્મણસિંહ ને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે પો.હેડ કોન્સ. અજીતસિંહ લક્ષ્મણસિંહ નાઓએ સર્વેલન્સ સ્ટાફ સાથે તા.૨૯/૦૫/૨૦૨૩ ના રોજ મોરબી તાલુકાના પીપળી ગામના બસ સ્ટેન્ડ પાસે અલગ અલગ વોચમાં હતા તે દરમ્યાન બાતમી હક્કીત વાળો ઇસમ મો.સા. જેતપર થી મોરબી તરફ આવતો જોવામાં આવતા તેને રોકી મજકુર ઇસમની સઘન પુછપરછ કરતા મો.સા. ના કાગળો બાબતે કોઇ સંતોષકારક જવાબ નહીં આપતા પો.હેડ કોન્સ અજીતસિંહ લક્ષ્મણસિંહએ પોકેટકોપના માધ્યમથી સદરહું મો.સા.ના એન્જીન નંબર તથા ચેસીસ નંબર આધારે સર્ચ કરતા સદરહું મો.સા.ના ઓર્નર બાબતે કોઇ સંતોષકારક જવાબ નહીં આપતા મજકૂર ઇસમને પો.સ્ટે. ખાતે લાવી સધન પુછપરછ કરતા કાલીકાનગર પાસે આવેલ ન્યુ કેવલ સ્ટોનની ઓફીસ પાસેથી મોટર સાયકલ ચોરી કરેલાની કબુલાત આપતા સદર મોટર સાયકલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી :-
મહેશભાઇ કમાભાઇ મેથાણીયા જાતે-દેવીપુજક ઉ.વ-૨૯ રહે હાલ-મોરબી-૧ પંચાસર રોડ પેટ્રોલપંપ પાસે સુરાભાઇ ભરવાડના મકાનમાં ભાડેથી તા.જી.મોરબી મુળ રહે.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર
કબ્જે કરેલ મુદ્દામાલ :-
હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિં.રૂ.૨૫,૦૦૦/- નો મુદ્દામાલ.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ઃ- પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા તથા પો.હેડ.કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા
અજીતસિંહ પરમાર તથા પોલીસ કોન્સ દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલ તથા પંકજભા ગુઢડા તથા રમેશભાઇ મુંધવા તથા હરપાલસિંહ ઝાલા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા કુલદીપભાઇ કાનગડ તથા કેતનભાઇ અજાણા તથા દેવશીભાઇ મોરી નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

