• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લામાં આવેલ હોટલ ગેસ્ટહાઉસમાં પથિક એપ્લીકેશનમાં એન્ટ્રી નહિ કરનાર હોટલ ગેસ્ટહાઉસ સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

મોરબી જિલ્લામાં આવેલ હોટલ/ગેસ્ટહાઉસમાં પથિક એપ્લીકેશનમાં એન્ટ્રી નહિ કરનાર હોટલ/ગેસ્ટહાઉસ સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરતી એસ.ઓ.જી.ટીમ મોરબી.

તા.૩૧/૦૫/૨૦૨૩ મોરબી જિલ્લામાં મોટા પ્રમાણમાં ટાઇલ્સ ઉદ્યોગના એકમો આવેલ હોય તેમજ ઘડીયાળના મોટા ઉદ્યોગ આવેલ હોય તેમજ લઘુ ઔધોગીકમાં પણ મોરબી શહેર મોખરે છે. તથા મોરબી જિલ્લો ઉદ્યોગીક વિકાસની દ્રસ્ટીએ ખુબ જ મહત્વ ધરાવતો હોય જેથી દેશ-વિદેશો માંથી મોટા પ્રમાણમાં વેપારીઓ/ટુરીસ્ટો ખરીદી કરવા માટે આવતા હોય જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે મોરબી જિલ્લામાં આવેલ તમામ હોટલો/ગેસ્ટહાઉસ ખાતે પ્રાંત/રાજ્ય/દેશવિદેશીથી આવતા તમામ મુસાફરોની વિગત પથિક એપ્લીકેશનમાં હોટલના માલિક/સંચાલકે અવશ્ય એન્ટ્રી કરી અપલોડ કરવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, મોરબી નાઓ દ્વારા પથિક એપ્લીકેશન અંગેનુ જાહેરનામુ અમલમાં હોય જે અન્વયે ટીમવર્ક થી હોટલ ચેકીંગ કરતા મોરબી શક્તિચેમ્બર પાછળ આવેલ હોટલ ભુરાના મેનેજર નારણભાઇ પરસોતમભાઇ સીતાપરા જાતે કોળી ઉ.વ.૩૭ રહે. ઉમીયાનગર સોસાયટી સીરામીક સીટી પાછળ, મોરબી-૨ જી.મોરબીવાળાએ પથિક એપ્લીકેશનમાં એન્ટ્રી નહી કરી જાહેરનામાનો ભંગ કરતા મળી આવતા તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
સદરહુ જાહેરનામા અંગેની અમલવારી હજુ કડક રીતે કરવામાં આવશે જેથી આ બાબતે પથિક એપ્લીકેશનનો મોરબી જિલ્લામાં આવેલ તમામ હોટલ/ગેસ્ટહાઉસ સંચાલકોએ ફરજીયાત પણે એન્ટ્રી કરવાની રહેશે. તેમજ આ બાબતે માર્ગદર્શન માટે ઓફીસ નં-૨૦૬, એસ.ઓ.જી.શાખા, પોલીસ અધિક્ષકશ્રી, મોરબીની કચેરી, શોભેશ્વર રોડ, મોરબી ખાતે સંપર્ક કરવો.

Related posts

*મોરબી તાલુકા પોલીસ મથક નું મંથલી ક્રાઈમમોરબી તાલુકા પોલીસે કાયદા તોડ અને બુટલેગરો સામે કરી લાલ આંખ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી સદ્ગત માતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો સરડવા પરિવાર*

editor

*સેંદરડા-સેતરાના રોડ ઉપર આવેલ હઝરત શેલારશાહ પીર અને હઝરત મમદશાહ પીરના ઉર્ષનું શાનદાર આયોજન કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment