• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વેગડવાવના તલાટીશ્રી એલ.એ ઠોરિયાને ઘુનડા(સ) પંચાયતનુંનાણાકીય રેકોર્ડ ગુમ કરતા ફરજ મોકુફ કરાયા*

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા દ્વારા અગાઉ ઘુનડા(સ) ગામના તલાટીશ્રી એલ.એ. ઠોરીયાની બદલી હળવદ તાલુકાના વેગડવાવ ગામે કરવામાં આવી હતી. તેમના હસ્તકનો ગામનો હવાલો તલાટી-મંત્રીશ્રી એમ.એ.દેથરીયાને સોંપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. શ્રી એલ.એ. ઠોરીયાએ ઘુનડા(સ) અને આદેપર ગ્રામ પંચાયતનું પૂરું રેકર્ડ એમ.એ.દેથરીયાને ન સોંપતા મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રીને ટીમ બનાવી રૂબરૂ ચકાસણી કરી સ્પષ્ટ અભિપ્રાય આપવા જણાવ્યું હતું.
મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રીએ ઘુનડા(સ) અને અદેપર ગામનું નાણાકીય રેકોર્ડ શ્રી એલ.એ. ઠોરીયાએ ગુમ કરેલ છે તેમ જણાવતા શ્રી એલ.એ. ઠોરીયાને વેગડવાવ ગ્રામ પંચાયત ખાતેથી ફરજ મોકુફ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે ઉપરાંત તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યા છે.

Related posts

*HELLO MORBI:ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા દ્રારા બનાસકાંઠા જિલ્લા ભાજપ કારોબારીમાં નિયુકત થયેલ ભગવાનભાઈ બંધુનું કરવામાં આવેલ સન્માન*

editor

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી નાં હાર્દિકભાઈ હાલાણી*

editor

*મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં  નવરાત્રી મહોત્સવમાં સર્જાયા કોમી એકતાના દશ્ય*

Hello Morbi

Leave a Comment