• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પો.સ્ટે. ના જોધપર ગામ સામે પુલ નીચે સર્વીસ રોડ પરથી બોલેરો પીકઅપ ગાડીમાંથી દેશી દારૂ લીટર-૧૧૦૦ ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. ટીમ*

વાંકાનેર તાલુકા પો.સ્ટે. ના જોધપર ગામ સામે પુલ નીચે સર્વીસ રોડ પરથી બોલેરો પીકઅપ ગાડીમાંથી દેશી દારૂ લીટર-૧૧૦૦ ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. ટીમ
રાજકોટ વિભાગ, પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી,પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રીપાઠી સાહેબનાઓ તરફથી પ્રોહી.જુગારની બદી સદંતર નાબુદ કરવા માટે સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને શ્રી પી.એ.ઝાલા સાહેબ,નાયબ પોલીસ અધિક્ષકશ્રી,મોરબી વિભાગ,મોરબી તથા શ્રી વી.પી.ગોલ સાહેબ,સી.પી.આઇ.શ્રી,વાંકાનેરનાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ સબ ઇન્સ.બી.પી.સોનારા તથા વાંકાનેર તાલુકા ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન અમો પો.સબ.ઇન્સ. બી.પી.સોનારા સાથેના પોલીસ સ્ટાફ સાથે કોમ્બીંગ ના.રા. અનુસંધાને પો.સ્ટે. વીસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન એક બોલેરો પીકઅપ વાહન શંકાસ્પદ જણાતા પીછો કરી પકડી પાડી સદરહું બોલેરો પીકઅપ નં- GJ.13.AW.4220 કિ.રૂ.૩,૦૦૦૦૦/- વાળીમાંથી દેશી દારૂ ભરેલ બાચકા નંગ-૪૪ દેશી દારૂ લીટર-૧૧૦૦ કી.રૂ.૨૨,૦૦૦/- ની હેરાફેરી કરતા કુલ કી.રૂ.૩,૨૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી જાલાભાઇ માધાભાઇ ગેલડીયા જાતે.કોળી ઉવ.૩૨ ધંધો.ડ્રાઇવિંગ રહે.નાડધ્રી તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળાને પકડી પાડી તથા સદરહું બોલેરો ગાડીનું પયલોટીંગ કરનાર વિશાલ મંછારામ ગોડલીયા રહે.ગારીયા-યજ્ઞપુરૂષનગર તા.વાંકાનેર જી.મોરબી વાળો નાશી ગયેલ હોય જેથી બન્ને ઇસમો વીરૂધ્ધ વાંકાનેર તાલુકા પો.સ્ટે. માં પ્રોહીબીશન ધારા મુજબનો ગુન્હો રજી. કરાવડાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અને કોમ્બીંગ ના.રા. દરમ્યાન દેશી દારૂનો ગણાનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીનું નામ
જાલાભાઇ માધાભાઇ ગેલડીયા જાતે.કોળી ઉવ.૩૨ ધંધો.ડ્રાઇવિંગ રહે.નાડધ્રી તા.મુળી જી.સુરેન્દ્રનગર
નાશી ગયેલ આરોપીનું નામ
વિશાલ મંછારામ ગોડલીયા રહે.ગારીયા-યજ્ઞપુરૂષનગર તા.વાંકાનેર જી.મોરબી મો.૬૩૫૫૫ ૧૬૬૨૬
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) દેશી દારૂ લી-૧૧૦૦ કિરૂ.૨૨,૦૦૦/-
(૨) બોલેરો પીકઅપ નં- GJ.13.AW.4220 કિ.રૂ.૩,00000/-
(૩) મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.૨૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
આ કામગીરીમાં અમો પો.સબ.ઇન્સ.બી.પી.સોનારા તથા મેસરીયા ઓ.પી. ઇન્ચાર્જ પો.હેડ.કોન્સ. અરવીંદભાઇ બેરાણી તથા હરપાલસિંહ રાજપુત તથા હરેશભાઇ આલ તથા પો.કોન્સ. હરીચંદ્રસિંહ ઝાલા તથા ડ્રા.પો.હેડ.કોન્સ. ભીખુભાઇ વાળા રોકાયેલ હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસા ન𝐭ગરમાં 𝟑𝟗𝟒 મા ગુરૂવારે કાંતિલાલ શીવાભાઈ નાઈ પરિવારના નિવાસસ્થાને ભજનની જામી રમઝટ*

editor

*રાજકોટ રંગીલા શહેરમાં ગંદકીના ગંજ સ્વચ્છતા ની પોલ ખોલી!!!*

Hello Morbi

*આશાપુરા જતા પદયાત્રીઓ માટે ટીંબડી ગામ નો હરતો ફરતો સેવા કેમ્પ*

Hello Morbi

Leave a Comment