
માળીયા (મીં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેલોપ્સ હોટલ પાસે ને.હા.રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી
તા.૦૨/૦૮/૨૦૨૩
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢવા સુચના કરેલ જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ કોન્સ. માણસુરભાઇ દેવદાનભાઇ ડાંગર તેમજ ASI કિશોરદાન ગંભીરદાન ગઢવી નાઓને બાતમી મળેલ કે, એક ઇસમ જેનુ નામ કાસમભાઇ જેડા રહે.માળીયા વાળો જેને શરીરે પીસ્તા કલરની ચોકડી વાળો શર્ટ તથા આછા દુધીયા કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે. તે ઇસમના હાથમાં એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે ગેલોપ્સ હોટલ પાસે આટાફેરા મારે છે.તેવી મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ કોર્ડન રેઇડ કરતા કરી નીચે જણાવેલ નામ સરનામા વાળો ઇસમ દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી અટક કરી માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામુ કાસમભાઇ ઉંમરભાઇ જેડા જાતે મીયાણા ઉવ.૨૮ ધંધો સેન્ટીંગ ની મજુરી રહે.માળીયા (મી) દાવલશા પીરના છલાની બાજુમાં તા.માળીયા જી.મોરબી.
પકડાયેલ મુદામાલની વિગત
ગે.કા.દેશી હાથ બનાવટની જામગરી બંદુક નંગ-૧, કિં.રૂ.૫,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તેમજ પો.સબ.ઇન્સ.શ્રી એમ.એસ.અંસારી તથા કે.આર.કેસરીયા તેમજ એ.એસ.આઇ ફારૂકભાઇ પટેલ તથા રસીકભાઇ કડીવાર તથા કિશોરદાન ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ પરમાર તથા સેખાભાઇ મોરી તથા જુવાનસિંહ રાણા તથા મુકેશભાઇ જોયગરાજીયા તથા પોલીસ.કોન્સ માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા તથા ભાવેશભાઇ મીયાત્રા તથા આશીફભાઇ ચાણકીયા તથા સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા.

