• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઉચી માંડલ ગામે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં અલગ- અલગ ૬ દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી ર નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ*

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઉચી માંડલ ગામે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં અલગ- અલગ ૬ દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી ર નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ
તા.૦૩/૦૮/૨૦૨૩
શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ASI ચંન્દ્રકાંતભાઇ વામજા તથા HC જયેશભાઇ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૮૦/૨૦૧૮ આઇ.પી.સી.કલમ-૪૫૭,૩૮૦,૫૧૧,૧૧૪ મુજબના ગુન્હાના કામનો નાસતા ફરતા આરોપી (૧) કલમ ઉર્ફે કુમલા છગનભાઇ મેહડા રહે.તરસીંગા તા.કુક્ષી જી.ધાર (એમ.પી.)વાળો હાલે કાલાવાડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે ખેત મજુરી કરે છે. તથા (૨) બહાદમ ઉર્ફે બહાદુર સિકંદરભાઇ ભુરીયા રહે. પીપરાની ગામ તા.કુક્ષી જી.ધાર (એમ.પી.)વાળો હાલે લોધીકા તાલુકાના દોમડા ગામ ખાતે મજુરીકામ કરે છે તેવી ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત જ ઉપરોકત સ્ટાફ તથા ડ્રા.પોન્સ. સતિષભાઇ કાંજીયા સાથે હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી (૧) કલમ ઉર્ફે કુમલા છગનભાઇ મેહડા/અનુ.જનજાતી ઉ.વ.૨૫ હાલે રહે.કાલાવાડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામ હરસુરભાઇ નાથાભાઇ ચોવટીયાની વાડીએ તા.કાલાવાડ જી.જામનગર મૂળ રહે.તરસીંગા મહેડા ફળીયુ તા.કુક્ષી જી.ધાર (એમ.પી.) વાળાને નપાણીયા ખીજડીયા ગામ હરસુરભાઇ નાથાભાઇ ચોવટીયાની વાડીએથી તથા (૨) બહાદમ ઉર્ફે બહાદુર સિકંદરભાઇ ભુરીયા/અનુ.જનજાતી ઉ.વ.૨૬ મૂળ રહે. પીપરાની ગામ સ્કુલ ફળીયુ તા.કુક્ષી જી.ધાર (એમ.પી.) હાલે રહે.દોમડા ગામ અભયભાઇ જેન્તીભાઇ બાબરીયાના મકાન પાસે તા.લોધીકા જી.રાજકોટ વાળાને છાપરા ગામની સીમ દેવડાના પાટીયા પાસેથી તા.૦૩/૦૮/૨૩ ના રોજ પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આમ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઉચી માંડલ ગામે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં અલગ-અલગ કુલ ૬ દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવમાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા કુલ- ર આરોપીઓને પકડી પાડવામાં મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લોસ્કવોડને સફળતા મળેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અબોલ પશુ-પંખીઓ માટે માનવતાની અપીલ : મોરબીનો અવાજ ન્યૂઝના સહતંત્રી આમદશા દ્વારા સંવેદનાભર્યો સંદેશ*

editor

*HELLO MORBI: મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા મોરબી ના સામાકાંઠે મહેન્દ્રનગરપાસે આવેલ રામધન આશ્રમ ખાતે ૧૨માં સમુહલગ્ન યોજાયા*

editor

*મોરબી વોર્ડ નંબર 3 માં પાણી ના સંપનું લોકાપર્ણ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને ભાજપ મહામંત્રી જયરાજસિંહ જાડેજાના વરદ હસ્તે કરાયું*

Hello Morbi

Leave a Comment