• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ઉદ્યોગિક વિસ્તારમાં કેમિકલ વાળો કચરો સરકારી જમીન પર ફેંકવા મુદ્દે કોંગી અગ્રણી રમેશભાઈ રબારી નો જિલ્લા કલેકટર ને પત્ર*

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રમેશભાઈ બી. રબારી
પુર્વ ઉપપ્રમુખ ઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલ
ઓફિસઃ તુલસી શોપીંગ સેન્ટર, પહેલા માળે, ઓફિસ નં, ૮, નવા ડેલા રોડ, મોરબી. મો. ૯૦૯૯૮ ૧૧૧૧૧
ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ, એમ-૫૫/૩૧૦, જ્ઞાનપથ સ્કૂલ સામે, શનાળા રોડ, મોરબી,
રૈ નં.
તારીખ: ૩/૦૮/૨૦૨૩
પ્રતિશ્રી,
મહે. કલેકટર સાહેબ
મોરબી જિલ્લા,
મોરબી
વિષયઃ મોરબીમાં આવેલ પેપરમિલો તથા સિરામિકનો કેમિકલ વાળો સંબંધકર્તા લોકો સરકારી જમીનમાં નાખે છે. વરસાદી પાણી પડતા અસહ્ય ગંદકી થાય છે. આ પાણી મચ્છુ-ર માં જાય છે. તો આ અંગે યોગ્ય પગલા લેવા સારૂ.

સાદર પ્રણામ,
ઉપરોકત બાબતે ખાસ લખવાનું કે રફાળેશ્વરની આજુબાજુમાં આવેલ પેપરમિલો તેમજ સિરામીક ફેકટરી દ્વારા કેમીકલયુકત વેસ્ટ કચરો નાખે છે. જેના કારણે ભારે દુર્ગંધ સાથે અનિષ્ટ ફેલાય છે. આ કચરો પશુઓ તથા માનવજાત માટે હાનીકારક છે. આ કચરો હાલ જે જગ્યામાં નાખવાં આવે છે તે જગ્યા સરકારી ખરાબો તથા ઈરીગેશનની જગ્યા હોય તે જગ્યા ઉપર નાખવામાં આવે છે. પેપરમિલો તથા સિરામીક વાળાએ કચરો ઉપાડવાનો ખાનગી પાર્ટીઓને કોન્ટ્રાકટ આપેલ હોય છે. આ લોકો દ્વારા આ જગ્યા ઉપર કચરો નાખવામાં આવે છે. જેના કારણે આજુબાજુના વસાહતીઓ તથા પશુઓને હેરાનગતી થાય છે. આ કચરાનું વેસ્ટ પાણી મચ્છુ–૨ ડેમમાં જાય છે તેના કારણે આરોગ્ય ઉપર માંઠી અસર થાય છે. તો આ બાબતે સત્વરે યોગ્ય પગલા લેવા અમારી માંગણી છે.
આ બાબતે અનેક વખત રજુઆત કરવા છતાં પગલા લેવાતા નથી અને સબંધકર્તા કર્મચારીઓ અને અધિકારીઓ નાણા કોન્ટ્રાકટરો પાસેથી નાણાં ઉઘરાવી સબ સલામત હોય તેવું દર્શાવે છે ? તેવી લોકોમાં ચર્ચા થાય છે.
નકલ રવાના ઃ
(૧)
પ્રદુષણ બોર્ડની કચેરી મોરબી જિલ્લો, મોરબી

Related posts

*HELLO MORBI:અમદાવાદમાં જરૂરત મંદ 150 વ્યક્તિઓને અનાજ કીટ વિતરણ સહાય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાઈ*

editor

*વાંકાનેરમાં જમીન પંચાવી પાડવા પ્લોટ ઉપર ઓરડી ખડકી દીધી : લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી માતા-પિતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા વરિષ્ઠ એડવોકેટ શ્રી જયેશભાઈ શાહ તથા એડવોકેટ શ્રી સૌરભ ભાઈ શાહ પરિવાર*

Hello Morbi

Leave a Comment