• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ગૌસેવા હેતુ રાખવામાં આવેલ શ્રધ્ધાંજલી ભજન સત્સંગ કાર્યક્રમ*

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ગૌસેવા હેતુ રાખવામાં આવેલ શ્રધ્ધાંજલી ભજન સત્સંગ TV કાર્યક્રમ
છેલ્લા પાંચ વર્ષથી શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા સમગ્ર સનાતન હિંદુ સમાજમાં દર ગુરૂવારે વિવિધ પરિવારોમાં પૂજ્ય જલારામ બાપાનાં નિયમિતપણે ભજન થાય છે.ગત ગુરૂવારે પાલનપુરનાં સદગત રેણુકાબેન મીલનકુમાર રાવલ તેમજ સદગત કલ્પકુમાર રાવલની પ્રથમ વાર્ષિક પૂન્યતિથિ નિમિતે તેમના પરિવારના ડો.ગોપાલભાઈ દીલીપભાઈ જોષીના નિવાસસ્થાને રાધે બંગ્લોઝ ડીસા ખાતે પૂજ્ય જલારામ બાપાનાં ભજન રાખેલ જેમાં અંદાજે 500 જેટલા ગૌભકતો,હરિભકતો,જલારામ ભકતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગૌસેવા હેતુ અંદાજે 78000 (અઠોતેર હજાર) રૂપિયા ફંડ એકત્ર થયું હતું.રોટરી કલબ,ભારત વિકાસ પરિષદ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ,ભણસાલી હોસ્પિટલ,ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી,પત્રકાર યુનિયન,બ્રહ્મ સમાજ,આનંદ સત્સંગ પરિવાર,જય જલારામ ટ્રસ્ટ,ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, જલારામ સેવા મંડળ,કેમિસ્ટ એસોસિએશન સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ખૂબ મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાની સેવાકીય પ્રવૃતિઓ વિષે વિગતવાર માહિતી ભગવાનભાઈ બંધુએ આપી હતી.દીલીપભાઈ જોષી તેમજ ડો.ગોપાલભાઈ જોષી સહિત સમગ્ર પરિવારનું સન્માન ૠત્વી,જાનકી,,કાજલ,મૈત્રી,વંદના,રીપલ,ગીરજા,રાજવી,કૃપા,ઉર્વશી,સંસ્કૃતિ,ફેની,શીલુ,ક્રિતિક્ષા,રીટા,ખુશ્બુ સહિતની કાયમી ભજનમાં આવતી દીકરીઓએ સાથે મળી જલારામ દર્શન ગ્રંથ તેમજ પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય સન્માન કર્યું હતું.જોષી પરિવારની સુંદર વ્યવસ્થા તેમજ આયોજન બદલ શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના સૌ સભ્યોએ અતિશય રાજીપો વ્યક્ત કર્યો હતો.સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ જીવંત પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી.ઠકકરે કર્યું હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: આંતરજિલ્લા પ્રોહીબીશનના ૬ જેટલા ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા રીઢા પ્રોહી બુટલેગર્સને પકડી પાડતી મોરબી એલ.સી.બી.ટીમ*

editor

*મોરબીના બરવાળા ગામે આવતીકાલે મંગળવારે વિનામૂલ્યે કોરોના ટેસ્ટ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મનોજ જોષી ની વરણી*

editor

Leave a Comment