• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા મોરબી સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક ની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી કરાય*

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ક્લસ્ટર કક્ષાએ શૈક્ષણિક ક્ષેત્રે સારું કાર્ય કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે.જેમાં મોરબી ની સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષકની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી પામી છે

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ક્લસ્ટર કક્ષાએ સત્ર દરમ્યાન ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપનાર શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક તરીકેનું સન્માનપત્ર આપવામાં આવતું હોય છે.

જેમાં શૈક્ષણિક વર્ષ 2023-24 ના પ્રથમ સત્ર દરમ્યાન મોરબી ની સભારાવાડી પ્રાથમિક શાળા ના શિક્ષક ગીરીશભાઈ કલોલાની પસંદગી કરવામાં આવી છે. જે બદલ મોરબી સી.આર.સી બાબુલાલ ડેલવાડીયા,એસ એમ અધ્યક્ષ મુળજીભાઈ પરમાર, શાળા ના આચાર્ય ભરતભાઇ બાવરવા,આસી શિક્ષક વિજયભાઈ દલસાણીયા ના હસ્તે પ્રતિભાશાળી શિક્ષક અંગેનું પ્રમાણપત્ર આપી શિક્ષક ગીરીશભાઈ પરસોતમભાઈ ક્લોલાનું સન્માન કરવામાં આવ્યું હતું.

Related posts

*જોડીયા મામતદારશ્રી અને ટીડીઓ દ્વારા લોકોને જાણકારી અપાઈ*

Hello Morbi

*HELLO MORBI: મોરબીમાં સ્કૂલે ગયેલો મુકેશ ઉ. વ,૧૩ સગીર લાપતા, અપહરણની આશંકા સાથે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ*

Hello Morbi

*આજની સલામ ડીસા ના એ બે રઘુવંશી યોદ્ધા ઓને*

Hello Morbi

Leave a Comment