• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સફળ ડીકોઇ ગોઠવી મો.સા. ચોરીના આરોપીઓને ચોરીના ૦૫ મો.સા. સાથે પકડી પાડતી મોરબી સીટી બી ડીવી. પોલીસ*

સફળ ડીકોઇ ગોઠવી મો.સા. ચોરીના આરોપીઓને ચોરીના ૦૫ મો.સા. સાથે પકડી પાડતી મોરબી સીટી બી ડીવી. પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સા. નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા મોરબી વિભાગ મોરબી નાઓએ અનડીટેક્ટ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢી ગુનો ડીટેક્ટ કરવા જરૂરી સુચના/માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને અમો પો.ઇન્સ. પી.એ.દેકાવાડીયા નાઓના સુપરવીઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફે મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલ સીટી પોઇન્ટ કોમ્પલેક્ષ પાસે પોલીસ સ્ટાફનુ મો.સા. મુકી પોલીસ સ્ટાફ આજુબાજુમા સંતાઇ જઇ મો.સા ઉપર વોચ રાખતા સદરહુ મુકેલ ડમી મો.સા. પાસે બે ઇસમો મો.સા. લઇને આવતા તેમજ ડમી મો.સા. ચોરી કરી ભાગવાનો પ્રયત્ન કરતા હાજર સર્વેલન્સના પોલીસ સ્ટાફે પકડી પાડી સદરહુ ઇસમો પાસે રહેલ મો.સા. હાજર પોલીસ સ્ટાફના અ.પો.કો. પ્રદીપસિંહ બહાદુરસિંહ નાઓએ પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમા સર્ચ કરી જોતા સદરહુ ચોરીનુ હોવાનુ જણાઇ આવેલ તેમજ સદરહુ બન્ને ઇસમોને યુક્તિ પ્રયુક્તિ થી પુછપરછ કરી મોરબી માથી અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ પાંચ જેટલા મો.સા. કબ્જે કરેલ છે સદરહુ આરોપીઓને પકડી કાયદેશરની કાર્યવાહી કરેલ છે. મો.સા.
કબ્જે કરેલ મો.સા.
(૧) હોંડા કંપનીનુ સાઇન મો.સા. રજી નં. GJ.13.FF.8776
(૨) હોંડા કંપનીનુ સાઇન મો.સા. રજી નં. GJ.13.PP.3040 (૩) હીરો હોંડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી નં. GJ.13.DB.9247 (૪) સુઝુકી કંપનીનુ ઝીક્સર મો.સા. રજી નં. GJ.03.LE.9175 (૫) ટી.વી.એસ. કંપનીનુ અપાચે મો.સા. રજી. નં. GJ.01FV.0362
પકડાયેલ ઇસમનુ નામ
(૧)વિમલભાઇ દીલીપભાઇ સુરાણી જાતે-વાળંદ ઉ.વ.૨૧ Üદ્ધો-મજુરી રહે-હરીઓમ પાર્ક એ, ઘુટ રોડ, મોરબી-૨ (૨) યશભાઇ ભગવાનજીભાઇ ચાડમીયા જાતે-પટેલ ઉ.વ.૨૧ ધંધો-મજુરી રહે- ગણેશ પાર્ક, જુની પીપળી સામે તા.જી.મોરબી મુળગામ ખરેડા તા.જી.મોરબી सुरक्षा
ડિટેક્ટ કરેલ ગુના
કલમ-૩૭૯ ! (૧) મોરબી સીટી બી ડીવી પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.ન. ૧૭૦૦/૨૦૨૩ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
સદરહ કામગીરીઃ- પો.હેડ.કોન્સ. બી.આર.ખટાણા, નરેન્દ્રભારથી મહેંદ્રભારથી, વિજયભાઇ મુળુભાઇ,
ચંદ્રસિંહ કનુભાઇ, આપો.કો. ભરતભાઇ આપાભાઇ, કલ્પેશભાઇ અમરશીભાઇ, બ્રિજેશભાઇ જેસંગભાઇ,
રમેશભાઇ રાયધનભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, કિર્તીસિંહ બહાદુરસિંહ,
શક્તિસિંહ કિશોરસિંહ, વિગેરેનાઓ દ્વારા કરેલ છે.
તા.૦૪/૦૯/૨૦૨૩

Related posts

*HELLO MORBI NEWS:મોરબીની નામાંકીત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં જોબ પ્લેસમેન્ટનું આયોજન થયું*

editor

*HELLO MORBI:થરા નગર તેમજ રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી કું.હિમાંશી ઠક્કર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડા કેરિયર ફેેઅર- 𝟐𝟎𝟐𝟓નું આયોજન કરવામાં આવ્યું*

editor

Leave a Comment